ઉઆહવા: તા: 27: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ડાંગ જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર આહવા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા. 24 /9 /22ના રોજ ડાંગ દરબાર હોલ આહવા ખાતે યુવા મહોત્સવ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.
નહેરુ યુવા કેન્દ્ર આયોજિત યુવા મહોત્સવ કાર્યક્રમમા જિલ્લાના કુલ 350થી વધુ યુવાઓએ વકૃત્વ સ્પર્ધા, ચિત્રકલા સ્પર્ધા, સંવાદ સ્પર્ધા, (ડિબેટ), મોબાઈલ ફોટોગ્રાફી સ્પર્ધા, કાવ્ય લેખન સ્પર્ધા, અને સાંસ્કૃતિક સ્પર્ધામા ભાગ લઈ પ્રોત્સાહક ઇનામો પ્રાપ્ત કર્યા હતા.
કાર્યક્રમમા મુખ્ય મહેમાન તરીકે ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એમ. સી. ભૂસારા, ભાવનગરના પ્રસિદ્ધ કવિશ્રી મનોહર ત્રિવેદી, નિવૃત્ત ગ્રંથપાલ શ્રીદત્તાત્રેય મોરે તેમજ જુદી જુદી શાળા કોલેજના શિક્ષકો પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનુ સંચાલન શ્રી અનુપ ઈંગોલેએ કર્યું હતુ.
–