(મનિષ બહાતરે/અશ્ર્વિન ભોયે) તા.૦૮, આહવા :
ડાંગ જિલ્લાનાં સુબીર ગામ ખાતે આવેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સુબીરમાં તા.૭ માર્ચના રોજ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . આ વિદાય સમારંભમાં શુભેચ્છા કાર્યક્રમમા વિદ્યાર્થી ભાઈ બહેન દ્વારા પણ શાળા પ્રત્યેની તેમની લાગણી તથા સમગ્ર અભ્યાસકાળ દરમિયાનના સંસ્મરણો વાગોળ્યા અને સર્વાગી શિક્ષણની સાથે મળેલા સંસ્કાર અને મૂલ્યોના અનુભવોને,પ્રતિભાવો દ્વારા ,
સરળ સચોટ શૈલીમાં વક્તવ્ય દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને અંતે બોર્ડની લેખિત પરીક્ષામાં દરેક વિદ્યાર્થી સારા નંબરે પાસ થઈને શાળા તેમજ પોતાનું ,પરિવારનું નામ ઉજવળ બનાવે , તેમ જ જીવનમાં પણ એક્ શ્રેષ્ઠ નાગરિક બની દેશ સેવા માટેનું કાર્ય કરે તે માટે શાળાનાં આચાર્ય સુનીલભાઈ બાગુલ દ્રારા વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
જેમાં શાળાનાં તમામ સ્ટાફ હાજર રહ્યો હતો અને શાળામાં આખા વર્ષ દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં શાળા તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રથમ અને દ્વતીય નંબર મેળવલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.