કતારગામ સેફ વોલ્ટમા માથી રોકડ રકમ અન્ય સેફમા લઇ જતી વખતે : ઇન્કમટેક્ષ ઓફીસરનુ સ્વાગ રચી થયેલ ૮ કરોડની ચકચારી લૂંટનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડતી ક્રાઈમબ્રાંચ

adminpoladgujarat
adminpoladgujarat
4 Min Read

 

(અશોક મુંજાણી : પોલાદ ગુજરાત) તા.૦૯, સુરત : ગત ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ સાંજના સમયે ઇકોવાન મા સહજાનંદ ટેક્નોલજી પ્રા.લી.ના કંપનીના કર્મચારીઓ કતારગામ સેફમાંથી રોકડા રૂપિયા ૮ કરોડ ઉપાડી મહિધરપુરા સેફમા મુકવા જતા હતા તે દરમ્યાન રસ્તામાં એક અજાણ્યો ઇસમે ઈન્કમટેક્ષ ઓફીસરની ઓળખ આપી ગાડીમા બેસી બંદુકની અણીએ ગાડીમાં બેસેલ માણસો તથા ગાડીના ડ્રાઇવરને બાનમા લઈ અપહરણ કરી રામ કથારોડ થી વરીયાવ બ્રીજના નાકા સુધીમા ચારેય માણસોને ગાડીમાંથી નિચે ઉતારી ઇકોવાન તથા તેમા રહેલ રોકડા રૂ. ૮,૦૦,૦૦,૦૦૦ (આઠકરોડ) અને મોબાઇલની લુટ આચરવામા આવેલ જેની ફરીયાદ કતારગામ પો.સ્ટે ખાતે નોંધવામાં આવી હતી.
સદર બનાવ ખુબજ ગંભીર પ્રકારનો હોય લુટની રકમ માતબર હોય.સુરત શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનર નાઓએ સદર ગુનો ડીટેક્ટ કરવા સુચના કરેલ જે અન્વયે અધિક પોલીસ કમિશનર ક્રાઈમ તેમજ નાયબ પોલીસ કમિશનર ક્રાઈમનાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ-૨ નાઓના સુપરવિઝન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર ક્રાઈમબ્રાંચ નાઓની અલગ-અલગ ટીમો દ્વારા હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સના માધ્યમથી વર્ક આઉટ હાથ ધરેલ.

 

 

આ ગુનાના વર્કઆઉટ દરમ્યાન ક્રાઇમબ્રાંચની ટીમો દ્વારા ગણતરીના કલાકોમા અપહરણ થયેલ ઇકો કારને શેરડીગામના કેનાલ રોડ પરથી રોકડ રૂપીયાના ખાલી થેલાઓ સાથે ઝડપી પાડેલ જેથી બનાવ વખતે વાહનમા હાજર તમામ ઇસમોનુ યુક્તી પ્રયુક્તી થી ક્રાઇમબ્રાંચ દ્વારા સતત ઇન્ટ્રોગેશન જારી રાખવમા આવેલ જેમા અમુક મુદ્દાઓ ઉપર વિસંગતતા જણાઈ આવેલ હતી. દરમ્યાન ક્રાઇમબ્રાચની ટીમે હ્યુમન ઇન્ટેલીજન્સ અધારે એક ઇસમ રોહીતભાઈ વિનુભાઈ હુમરને ઝડપી પાડી તેની સધન પુછપરછ કરતા ઇસમ ભાંગી પડતા તેણે જણાવેલ કે, આ કામ મે મારા મિત્ર કલ્પેશભાઈ પોપટભાઈ કસવાળા અને તેમના મીત્ર નરેન્દ્રભાઈ દુધાત નાઓના કહેવાથી કરેલ હતુ. તે કામ માટે મને કલ્પેશભાઈએ રૂપીયા પાચ લાખ આપેલ હતા. જે આધારે આ ગુનામા સંડોવાયેલ બન્ને ઇસમોને સત્વરે હસ્તગત કરી તેમની સધન પુછપરછ કરતા નરેન્દ્રભાઈ નાઓએ જણાવેલ કે પોતે છેલ્લા ૨૨ વર્ષથી સહજાનંદ કંપનીમા નોકરી કરે છે અને છેલ્લા પાચ વર્ષથી પોતે ફાયનાન્સ ડીપાર્ટમેન્ટમા નોકરી કરતો હોય અને કંપનીના તમામ નાણાકીય લેતી-દેતી તથા ઉઘરાણીનો વહીવટ પોતે સંભાળતો હોય તેની પાસે કંપનીની ખુબજ મોટી રકમ હાથવગે રહેતી હતી, જે દરમ્યાન પોતે પોતાના જુદા જુદા પરીચીતોના નામે ડીમેટ એકાઉન્ટ ખોલી તેઓના નામે જુદા જુદા સમયે રોકડ રકમ ડીપોઝીટ કરી તથા ૨૦૧૮-૧૯ દરમ્યાન શેરબજારમા આશરે પાચેક કરોડનુ નુકશાન કરી આશરે આઠેક કરોડ રૂપીયાની ઉચાપત કરેલ અને કંપનીને આ સમગ્ર રકમનો હીસાબ ન આપવો પડે તે માટે પોતેજ આ લુટનુ તરકટ રચી પોતાના મીત્ર કલ્પેશ પોપટભાઇ કસવાળાને આ બાબતેને જાણ કરી તેના અંગત વિશ્વાસ ભરોસાના કોઈ ઇસમને આ ગુનો આચરવા માટે ઇન્કટેક્ષ ઓફીસર બનવા માટે રાજી કરવા જણાવતા કલપેશભાઈએ પોતાના મીત્ર રોહીતભાઇ વિનુભાઈ ઠુમર સાથે મુલાકાત કરાવેલ અને ત્રણેય જણાએ મળી કાવતરૂ રચેલ જેના ભાગ રૂપે પોતે કંપનીની કતારગામ સેફવોલ્ટ ખાતે આવેલ લોકરમાંથી રોકડ રકમ કંપનીના મહીધરપુરા ખાતે આવેલ બીજા સેફવોલ્ટમા ટ્રાન્સફર કરવાના બહાને ઈકો વાનમા રોકડ રકમના જગ્યાએ કાગળના બંડલોવાળા થેલાઓ મુકી મહીધરપુરા સેફવોલ્ટમા તે થેલાઓ મુકવા જતા સમયે રસ્તામા

રોહીતભાઈ ઠુમર નાએ ઇન્કમટેક્ષ ઓફીસરના સ્વાગમા આવી ઈકો કારને રોકી લઈ કારમા બેસી હથીયાર બતાવી તમામનુ
અપહરણ કરી નિયત કરેલ જગ્યાએ પોતાને તથા કંપનીના કર્મચારીઓને ઉતારી દઇ સમગ્ર બનાવને અંજામ આપેલ
હોવાની કબુલાત કરેલ છે.તેમજ ઉચાપત કરેલ મુદ્દામાલ બાબતે પુછતા હાલમાં અંદાજે ૨,૨૫,૦૦,૦૦૦ જેટલી રકમ અલગ અલગ ડીમેટ એકાઉન્ટમા હોવાનુ જણાવે છે.

ગુનામાં સામેલ આરોપીઓના નામો

(૧) નરેન્દ્રભાઇ નાનુભાઇ દુધાત ઉવ. ૪૨ રહે. એ/૨/ લક્ષ્મીનારાયણ નગર સોસાયટી એ.કે.રોડ સુરત મુળવતન- જીરા તા. સાવરકુંડલા જી. અમરેલી.

(૨) કલ્પેશભાઈ પોપટભાઇળ કસવાળા ઉવ. ૪૩ રહે. એ/૩/૨૦૪/રૂદ્રાક્ષ રેસીડેન્સી રામચોક
મોટાવરાછા સુરત મુળવતા- સમુહખેતી તા. રાજુલા જી. અમરેલી. (૩) રોહીતભાઇ વિનુભાઇ ઠુમર ઉવ.૩૮ રહે. ઘર નંબર ૯૫ કૈલાશ રો.હાઉસ રંગોલી ચોકડી પાસે વેલંજાગામ જી. સુરત મુળ વતન- ભેસાણ તા. ભેસાણ જી. જુનાગઢ

Share this Article
Leave a comment