મનિષ બહાતરે/અશ્ર્વિન ભોયે : આહવા
ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે આવેલ સમર્થ હોસ્પિટલમાં બે થી ત્રણ બાળકોના મોતના મામલાની તપાસ આરોગ્ય વિભાગને સોંપવામાં આવી છે આ તપાસ દરમિયાન પણ 3 તારીખમાં 38 ઓપીડી 4 તારીખમાં 40 ઓપીડી તેમજ 5 તારીખમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 33 દર્દીઓની તપાસ થઈ છે તો ડાંગ આરોગ્ય ટીમ ક્યાં વિષયની તપાસ કરે છે
આહવા નગરના એક લોક સર્વે મુજબ સમર્થ હોસ્પિટલમાં આડેધડ રીતે સારવાર થાય છે જેથી ઘણા લોકોના મૃત્યુ થયા છે આ બધું ડાંગનું વહીવટી તંત્ર તેમજ નેતાઓ જાણે છે પરંતુ મજબુરીમાં અહીંના ભોળા આદિવાસી લોકો સારવાર લેવા મજબુર છે.
જિલ્લા EMO ડી.સી. ગામીતનું કહેવું છે કે સમર્થ હોસ્પિટલની તમામ રીતે તપાસ ચાલુ છે સમગ્ર તપાસ નો રિપોર્ટ જિલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં આવશે.
જ્યારે પત્રોકારો દ્વારા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી તો આરોગ્ય વિભાગ બંધ બારણે સમગ્ર મામલાની તપાસ કરી રહી હતી. જેમાં ડો.દિલીપ શર્મા,ડો.અનુરાધા ગામીત,રમેશભાઈ પવાર સામેલ હતા.