ડાંગ જિલ્લામા ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે ચૂંટણી પ્રચાર અર્થે જાહેર માર્ગો, અને મિલકતોના ઉપયોગ અંગે પ્રતિબંધ

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

આહવા: તા; ૭; આગામી તા.૧૯મી ડિસેમ્બરે રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જે સંદર્ભે આદર્શ આચાર સંહિતાના સૂચારુ અમલીકરણ, તથા મુક્ત અને ન્યાયી વાતાવરણમા ચૂંટણીઓ યોજી શકાય, અને કાયદો તથા વ્યવસ્થાની સુપેરે જાળવણી કરી શકાય તે અર્થે, જિલ્લામા કેટલીક બાબતો ઉપર પ્રતિબંધ અને નિયંત્રણો ફરમાવાયા છે.
જે મુજબ ડાંગના જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ભાવિન પંડ્યા દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર, કોઈ પણ ઉમેદવાર કે વ્યકિતએ પોતાના ચુંટણી પ્રચાર અંગે જાહેર માર્ગો સહિત સાર્વજનિક માર્ગો, જાહેર કે સરકારી મકાનો, જગ્યાઓ, મિલ્કતો કે માર્ગોની બન્ને બાજુઓ વાહન વ્યવહાર માટે વપરાતા, પ્રવર્ત રહેતા રસ્તા, ક્રોસીંગ, ચાર રસ્તા, એસ.ટી.સ્ટેન્ડ, શેરીઓના નાકા-મકાનો, જાહેર મિલકતો વિગેરે ઉપર વિશાળ પોસ્ટરો, બેનરો, પુંઠા કે કાગળ કે અન્ય માધ્યમોના પોસ્ટરો, ચિત્રો, અને રાજકીય અગ્રણીઓના કટ આઉટ વગેરે ઉભા કરવાનો અને પ્રદર્શિત કરવાનો તથા એ જ રીતે રેલ્વેની મિલકતો, સરકારી મકાનો, જાહેર મિલકતો તથા વીજળી અને ટેલીફોન થાંભલા જેવી સરકારી મિલ્કતો સહીત તમામ પ્રકારની જગ્યાએ વિશાળ મકાનો દરવાજા, જાહેર પાટીયા, બેનરો, ધજા, પતાકા, ભીત ચિત્રો વિગેરે ચુંટણીના પ્રચાર માટે મુકવા કે ઉભા કરવા નહી.

આ હુકમનો ભંગ/ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ સજાને પાત્ર થશે. ડાંગ જિલ્લામા હેડ કોન્ટેબલ થી નાયબ પોલીસ અધિક્ષકશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરીયાદ કરવા માટે અધિકૃત કરવામા આવ્યા છે.

Share this Article
Leave a comment