ડાંગના પારંપરિક લોકવાદ્યો અને લોકસંસ્કૃતિની ધરોહરને જીવંત રાખવાનો સ્તુત્ય પ્રયાસ કરતુ NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજયુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનિંગ)

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઈના પ્રયાસોની સરાહના સાથે
હાથ ધરાયો પ્રેરણાદાયી પ્રોજેકટ :

 

આહવા: તા: ૧ :NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજયુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનિંગ), ક્ષેત્રિય શિક્ષા સંસ્થાન, ભોપાલ દેશમા પાઠયપુસ્તકો અને પાઠ્યક્રમ તૈયાર કરવાનુ કાર્ય કરે છે. એ સિવાય નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના અનુસંધાને ભારતીય લોકસંસ્કૃતિ અને લોકકલાઓના સંરક્ષણ અને પ્રસાર માટે પણ સતત કાર્યરત છે.

ભોપાલ ક્ષેત્રિય શિક્ષણ સંસ્થાન અંતર્ગત ગુજરાત રાજય સહીત મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગોવા અને મધ્યપ્રદેશ રાજ્યો સાથે કેન્દ્રશાષિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દીવ-દમણનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય કક્ષાના આ સંસ્થાન દ્વારા કલાઓનુ સ્રોત્ર કેન્દ્ર, પ્રોજેકટ હાથ ધરવામા આવ્યો છે. જેમા પશ્ચિમ ભારતના ઉપરોક્ત રાજયોની પારંપરિક લોકકલાઓ અને ચિત્રશૈલી, હસ્તકલાઓ, લોકવાદ્યો, સંગીત અને લોકનૃત્યનુ દસ્તાવેજીકરણ કરવામા આવી રહ્યું છે.

આ સંદર્ભમા ભોપાલથી એક ટીમ હાલ ડાંગ, તાપી અને છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી લોકવાદ્યોનો અભ્યાસ કરીને વિડીયોગ્રાફી દ્વારા ડોકયુમેન્ટેશન કરી રહી છે. જેમા ૨૯ તારીખથી પાંચ ઓક્ટોબર સુધી આ ટીમ સતત ફિલ્ડવર્ક કરીને દુર્લભ લોકવાદ્યોનુ જતન અને સંરક્ષણ થાય એવા પ્રયાસ કરી રહી છે. ડાંગ જિલ્લાના અંતરિયાળ ક્ષેત્રોમા પ્રવાસ કરીને પાવરી, ઢાક, માદળ, થાળીવાદન, ડેરા જેવા લોકવાદ્યો કે જે દુર્લભ બની રહ્યા છે, એનુ વિગતે દસ્તાવેજીકરણ કરીને એક પુસ્તક તથા ફિલ્મ તૈયાર કરવાનુ પ્રાયોજના રખાયુ છે.

આ રીતે આદિવાસી લોકકલાઓ, લોકસંસ્કૃતિની મહાન ધરોહરને જીવિત રાખવાનો પ્રશસ્ય પ્રયાસ એનસીઈઆરટી દ્વારા થઈ રહ્યો છે. ઉપરોકત જિલ્લાના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા સહયોગ અપાઈ રહ્યો છે. કાર્યક્રમના પ્રોજકટ કન્વિનર તરીકે ડો. સુરેશ મકવાણા ટીમ સાથે રહીને માર્ગદર્શન આપી રહ્યા છે. કેમેરામેન શેખ અકરમ, કુ. જ્યારે ગૌરાંગી મિશ્રા પ્રોડ્યુસર તરીકે, અને શ્રી ધર્મેન્દ્ર મેવાડે, સહાયક તરીકે કાર્ય કરી રહ્યા છે. યોગેશ ચૌધરી લેક્ચરર-વઘઈ અને પ્રાચાર્યશ્રી ડો.બી.એમ.રાઉત પણ મદદરૂપ થઈ રહ્યા છે.

Share this Article
Leave a comment