આહવા: તા: 4: ડાંગ જિલ્લાની સૌથી મોટી અને જૂની સરકારી માધ્યમિક શાળા, આહવા ખાતે તાજેતરમા નવરાત્રિ મહોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
જેમા શાળાના આચાર્ય શ્રી અમરસિંહ ગાગુર્ડેના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારના 1500 બાળકો, અને શિક્ષકો સાથે મળીને ડીજેના તાલે માતાજીના ગરબે ઘૂમ્યા હતા. સાથે આરતી કરી શાળા પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી ગરબા લેવાયા હતા.
નવરાત્રિ ગરબા મહોત્સવમા વિધાર્થીઓ માટે વેશભૂષા, બેસ્ટ એકશન, અને ઓલઓવર પરફોર્મન્સ સ્પર્ધા યોજાઈ હતી. જેમા શાળાના શિક્ષકોએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. વિધાર્થીઓને પ્રથમ, દ્વિતીય, તૃતીય એમ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગમા વિજેતાને શાળા પરિવાર દ્વારા ઈનામ આપવામા આવ્યા હતા. આ સાથે મતદાન જાગૃતિની શપથ પણ સૌ વિધાર્થીઓ અને શિક્ષકોએ લીધા હતા.
–