નર્મદા શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા રાજપીપળા પબ્લિક ગાર્ડનથી ગાંધી ચોક સુધી મૌન રેલી કાઢવામાં આવી

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

(સાજીદ સૈયદ, નર્મદા)

નર્મદા શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા વિવિધ પડતર માંગણી લઇ રાજપીપળા પબ્લિક ગાર્ડનથી ગાંધી ચોક સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી

રાજ્યભરની ગ્રાન્ટેડ શાળાઓમાં સંચાલકો, આચાર્યો શિક્ષકો અને વહીવટી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો અંગે લડત ચાલી રહી છે, જેમાં તારીખ 23 સપ્ટેમ્બર શનિવારના રોજ નર્મદા જિલ્લાના શિક્ષકો રાજપીપલા વિનાયક રાવ વૈધ પબ્લિક ગાર્ડન થી ગાંધી ચોક સુધી શિક્ષકોની વિવિધ પડતર માંગને લઈ સફેદ વસ્ત્ર અને કાળી પટ્ટી ધારણ કરી મૌન રેલી કાઢી હતી, જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા.

Share this Article
Leave a comment