નર્મદા જિલ્લાના ખેડૂતોને 8 કલાકના બદલે 10 કલાક સુધી સિંચાઈ માટે વિજળી આપવા નાણામંત્રી કનુભાઈ દેસાઈને નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખનો પત્ર

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

(સૈયદ સાજીદ ) રાજપીપળા : હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે ચોમાસા ની સિઝનમાં વરસાદ પણ પડ્યો છે પાછલા દિવસોમાં વરસાદ ખેંચાતા નર્મદા જિલ્લાના કેટલાક ખેડૂતોનો પાકોમાં ભારે નુકસાન પહોંચે તેવી શક્યતાઓ ઊભી થઈ છે ત્યારે નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડો,દર્શના દેશમુખે ગુજરાત રાજ્યના નાણા મંત્રી કનુભાઈ મોહનભાઈ દેસાઈને વીજળી નો સમય વધારવા માટે પત્ર લખ્યો,

નર્મદા જિલ્લાના નાંદોદ ના ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખે પત્ર લખી જણાવવાનું કે, રાજ્યમાં વરસાદ ખેંચાવાનાં કારણે ખેતીમાં નુકશાન થાઇ રહ્યુ છે તેમજ મુખ્ય પાક કેળ, કપાસ, શેરડી વગેરે વધુ પાણીની જરૂરીયાત ધરાવતા હોવાના કારણે પાક ને નુકશાન થઈ રહ્યુ છે.જેથી અમારા નર્મદા જિલ્લામાં ખેડુતોના ઊભા પાકને બચાવવા સિંચાઇ માટે 8 કલાકના બદલે 10 કલાક વિજળી આપવા આપશ્રી ને મારી અંગત ભલામણ છે,

Share this Article
Leave a comment