નાંદોદ તાલુકાના જીતનગર ખાતે એન.સી.સીમાં ટ્રાફિક સેમિનાર યોજાયો

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

વહાબ શેખ, નર્મદા

નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે નાઓની સુચનાથી તા.૨૦/૦૮/૨૦૨૩ ના રોજ જીતનગર ખાતે કેડેટ્સ કેમ્પ જીતનગર ખાતે ૬૦૦ જેટલા કેડેટ્સ (ગર્લ્સ&બોય્સ) તાલિમાર્થીઓને ટ્રાફિક નિયમન તથા રોડ સેફટી અંગે સેમીનાર રાખવામાં આવ્યો હતો

જેમા જીલ્લા ટ્રાફિક પો.સ.ઇ. એસ.એસ.મિશ્રાએ એન.સી.સી. કેડેડ્સને ટ્રાફિક નિયમન તેમજ મોટર સાયકલ ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, ચાલુ વાહને મોબાઇલ ફોનનો ઉપયોગ નહી કરવો તેમજ કાર કે અન્ય કોઇ ફોર વ્હીલર વાહન ચલાવતી વખતે શીટ બેલ્ટ અવશ્ય બાંધવો, અને રોંગ સાઇડ વાહન ન ચલાવવું તેમજ ઓવર સ્પીડમાં ડ્રાઇવીંગ નહી કરવા વિગેરે બાબતનું માર્ગદર્શન કરી જરૂરી સુચનાઓ આપી હતી, તેમજ એન.સી.સી. કેડેડ્સ સાથે ટ્રાફિકના નિયમો અંગે ચર્ચા કરી પોતાની અમૂલ્ય જીદંગી બચાવવા યોગદાન આપવા અપીલ કરી હતી આ યોજાયેલા પ્રોગ્રામમાં એન.સી.સી કેડેટ્સની સાથે જીતનગરના કર્નલ અને કમાંન્ડીંગ ઓફિસ કે.પી.સિંઘ તથા તેમના સ્ટાફના જવાનો હાજર રહ્યા હતા

Share this Article
Leave a comment