નાંદોદ તાલુકાના ધાનપોર ગામમાં કરંટ લાગતા યુવકનું મોત

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

નાંદોદ તાલુકાના ધાનપોર ગામમાં કરંટ લાગતા યુવકનું મોત

(સાજીદ સૈયદ, નર્મદા)

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધાનપોર ગામમાં વીજ પોલને અડકનાર યુવાનને કરંટ લાગતા મોત થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર હાલમાં નર્મદા ડેમમાંથી પાણી છોડ્યા બાદ નર્મદા જિલ્લાના અનેક ગામોમાં પાણી ભરાયાં હતાં જેમાં અનેક ગામો અને ખેતરો પાણીમાં ડૂબી ગયા હતા ત્યારે ધાનપોર ગામ પણ પાણીમાં હતું પરંતુ પાણી ઉતર્યા બાદ દરેક ગામોની સ્થિતિ ખૂબજ દર્દનાક હતી જેમાં ધાનપોર ગામમાં પણ પાણીનાં કારણે અનેક લાઈટો નાં પોલ પાણીમાં હોવાથી ભીના હતા તેવા સમયે ભેજ વાળા પોલ પર ગામના યુવાનનો હાથ અડી જતા કરંટ લાગ્યો અને મોત મળ્યું હશે એમ લાગી રહ્યું છે, ત્યારે હાલ આ મુદ્દે પોલીસને જાણ કરાઇ છે

પોલીસ સૂત્રો માંથી મળતી માહિતી અનુસાર મહર્ષિભાઈ રાજેશભાઇ પટેલ ઉ.વ.૨૩ રહે. ધાનપોર તા.નાંદોદ જી. નર્મદા નાઓ ધાનપોર ગામના ચોરા પાસે ઉભા હતા તે વખતે ઈલેક્ટ્રીક થાંભલા સાથે અજાણતા માં તેમનો હાથ અડી જતા ઈલેક્ટ્રીક કરંટ લાગતા તેમને સારવાર માટે રાજપીપલા સિવીલ હોસ્પીટલ લઈ આવતા તેમનું મોત નિપજ્યું હતું.રાજપીપળા પોલીસે આ બાબતે અકસ્માત મોત દાખલ કરી છે.

Share this Article
Leave a comment