રાજપીપળા કુંભારવાડામાં પુરનુ પાણી ઓસર્યા બાદ વીજ પુરવઠો ચાલુ કરતાં એક મકાનમાં આગ લાગી

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

આગમાં ઘરવખરી સહિત પુત્રના લગ્નનો સામાન બળી જતા પરિવાર મુશ્કેલીમાં મૂકયો, આ વિસ્તારનાં લોકો એ પાલિકા કચેરી પહોચી નુકશાન નાં વળતર માટે ચીફ ઓફિસરને રજૂઆત કરી

સાજીદ સૈયદ, નર્મદા

નર્મદા ડેમમાંથી ઉપરવાસમાં થયેલા અતિ વરસાદના કારણે એકાએક 18 લાખ કયસેક જેટલું પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસી ગયું હતું અને કાંઠા વિસ્તાર અને ગામો બેટમાં ફેરવાઈ ગયા જતાં અનેક ઠેકાણે તારાજી સર્જાઇ હતી, અને તંત્ર દ્વારા બચાવ કામગીરી પણ ખૂબ ઝડપી કરવામાં આવી હતી

જેમાં રવિવારે સાંજે રાજપીપળાનાં કુંભારીયા ઢોડ પર આવેલા 50 જેવા ઘરો માં પણ પાણી ભરાઇ ગયા બાદ 15 જેવા લોકોને નાવડી મારફતે પાલીકા ટીમે રેસકયુ કરી બહાર કાઢ્યા હતા.જોકે આ વિસ્તારોમાં પાણી આવી જતા વીજ પુરવઠો બંધ હતો પરંતુ સોમવારે વહેલી સવારે પાણી ઓસરી ગયા બાદ અચાનક લાઈટ ચાલુ થતાં ત્યાંના એક મકાન માં શોર્ટ સર્કિટ નાં કારણે આગ લાગી જેમાં ઘરનો સામાન અને મકાન માલિકના દીકરા નાં લગ્ન નો સામાન બધો બળી જતાં પરિવાર મુશ્કેલી માં મુકાયું હતું.

અને પાણી તેમજ આગનાં કારણે થયેલા મોટા નુકશાનનાં વળતર મુદ્દે સ્થાનિક રહીશો રાજપીપળા નગરપાલિકા કચેરી પહોંચી મુખ્ય અધિકારી રાહુલ ઢોડિયાંને મળ્યા બાદ વળતર મુદ્દે રજૂઆત કરી હતી.

Share this Article
Leave a comment