(પોલાદ ગુજરાત) આહવા :
ડાંગ જીલ્લાના ગાઢ જંગલનો ધીરે ધીરે નાશ થઈ રહ્યો છે ત્યારે જંગલમાં રહેતા અનેક પ્રકારના જીવજંતુઓનું અસ્તિત્વ પણ નષ્ટ થઈ રહ્યું છે છતાં પણ અમુક જંગલ વિસ્તારમાં લૂપ્ત થઈ રહેલાં જીવો માંથી એક જીવ ભારતનો અજાયબ કરોળિયો રામેશ્વરમ પેરેશુટ સ્પાઇડર રવિવારના રોજ ડાંગના જંગલમા જોવા મળ્યો હતો. કરોળિયાનું શરીર પેન્ટરે પેન્ટિંગ કર્યું હોય તેવું લાગે છે પગનાં તળિયાં પીળાં અને કાળા કલરનાં અને ઉપરનાં ભાગે શરીર પર નાના વાળ નજરે પડે છે. આ કરોળિયાના બંને બાજુ ચાર ચાર અને મોંઢા પાસે બે ટૂંકા પગ જોવા મળી રહ્યાં છે .
અમૂક અખબારોમાં પ્રસિદ્ધ થયેલાં અહેવાલ મુજબ દક્ષિણ ભારતના પ્રખ્યાત રામેશ્વરમ ટાપુ પર ૨૦૦૪ માં આ કરોળિયો મળી આવ્યો હતો . જીવશાસ્ત્રીઓએ આ કરોળિયાને રામેશ્વરમ સ્પાઇડર નામ આપ્યું હતું. આ કરોળિયો નાના જીવ જંતુઓના દરમાં ઝેરી પિચકારી છોડીને શિકાર કરે છે . અને તે ઊંચા ઝાડ પરથી પેરેશુટની જેમ ઉતરાણ કરીને જમીન પરના જીવ જંતુઓનો શિકાર કરે છે . રામેશ્વરમ ટાપુ ઉપરાંત શ્રીલંકામાં પણ આ કરોળિયો જોવા મળે છે . આ જાતિઓ હવે ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે.