(મનિષ બહાતરે/અશ્ર્વિન ભોયે)
સુબીર તાલુકાનાં ઢોંગીયાઆંબા રૂઇપાડા પ્રાથમિક શાળા ૧થી૮ ધોરણ સુધીની છે અને આશરે કુલ ૨૬૭ વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે આ શાળામાં ગત્ રોજ બપોરનું ભોજન મેનુ વગરનું અને બળી ગયેલું બાળકોનાં થાળીમાં પીરસવામાં આવ્યું હતું .
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં આવેલા ઢોંગીયાઆંબા ગામે આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠનાં વર્ગો છે અને અહીં આશરે કુલ ૨૬૭ જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યાં છે તેઓને ગતરોજ બપોરનું ભોજન મેનુ મુજબ મેનુમાં વેજીટેબલ ખીચડી અથવા તો ખારીભાત શાકભાજી સહિતનું બાળકને આપવાનું મેનું બોર્ડ ઉપર દર્શાવવામાં આવ્યું છે. પરંતુ ગતરોજ વેજીટેબલ ખીચડીની જગ્યાએ કોરી ખીચડી માત્ર દાળભાતની ખીચડી બાળકોનાં થાળીમાં પીરસવામાં આવી હતી તે પણ બળી ગયેલી ખીચડી ! દસ થી પંદર થાળીમાં બળેલી ખીચડી પીરસાઈ હતી અને વેજીટેબલ ખીચડી એટલે ખીચડીમાં ટામેટાં, બટાકા, રીંગણ વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ બાળકને કોરી ખીચડી આપવામાં આવી હતી જે બાબતે હાજર શિક્ષકોને પૂછતાં તેઓ કસુજ જવાબ આપી શક્યા ન હતા ,
અને ત્યાં હાજર રસોઈ બનાવનાર રસોયાઓ કહેવા લાગ્યાં હતા કે સંચાલક દ્વારા કોઇ જ શાકભાજી લાવી આપવામાં આવતી નથી તો અમે કેવીરીતે બાળકોને વેજિટેબલ ખીચડી બનાવીને આપીએ વધુમાં ગામનાં લોકોએ પણ જણાવ્યું હતું કે સંચાલક શાળાનું અનાજ તેમનાં ઘરે રાખે છે. જોકે શાળાનું અનાજ રાખવા માટે શાળામાં રૂમની વ્યવસ્થા હોવા છતાં સંચાલક પોતાનાં ઘરમાં શાળાનું અનાજ કેમ રાખતા છે કોણે પરમિશન આપી દીધી . કોઇપણ સંચાલક શાળાનું અનાજ પોતાનાં ઘરમાં રાખી ન શકે તેવો નિયમ છે ત્યારે મધ્યાન ભોજન અન્ન પુરવઠા વિભાગ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આ સમગ્ર બાબતે શિક્ષકો અને સંચાલક સામે તાત્કાલીક ધોરણે કડક પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઊઠી રહી છે.