આહવા: તા: 4: સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, આહવા ખાતે તા.03/10/2022ના રોજ ગરબા મહોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
મહા આરતી, પુજાથી ગરબા મહોત્સવની શરૂઆત કરવામા આવી હતી. મહા આરતીમા કોલેજના આચાર્ય ડૉ.યુ.કે.ગાંગુર્ડે, સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓએ માતાજીની આરતી કરી હતી.
કાર્યક્રમના બીજા તબકકામા કોલેજના વિદ્યાર્થીઓ ગરબાના તાલે ઝૂમ્યા હતા. વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે આચાર્યશ્રી ડૉ.યુ.કે. ગાંગુર્ડેએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આચાર્યશ ઉપરાંત કોલેજનો સમગ્રસ્ટાફ પણ વિદ્યાર્થીઓ સાથે ગરબે ઝૂમ્યા હતા. કાર્યક્રમમા કોલેજના ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. કોલેજનુ સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉલાસમય બની ગયુ હતુ.
ગરબામહોત્સવમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે બેસ્ટ પરફોમસ અને બેસ્ટ કોસતુયને ધ્યાનમા રાખીને મૂલ્યાંકન કરવામા આવ્યુ હતુ. ગરબા મહોત્સવ કાર્યક્રમનુ આયોજન આચાર્યશ્રીના માર્ગદર્શનમા સાંસ્કૃતિક સમિતિએ કર્યું હતુ
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, આહવા ખાતે ગરબા મહોત્સવ યોજાયો
Leave a comment
Leave a comment