આહવા ખાતે યોજાશે ગાંધી જયંતિ

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read
  • આહવા: તા: ૧ :આજે એટ્લે કે તા.2જી ઓક્ટોબર ને ગાંધી જયંતિ નિમિત્તે આહવાના ગાંધી ઉદ્યાન ખાતે, ડાંગ જિલ્લા પંચાયતની સમાજ કલ્યાણ શાખા દ્વારા ગાંધી વંદના કાર્યક્રમ યોજાશે.
    સવારે 8:30 વાગ્યે યોજનારા ગાંધી જયંતિના આ કાર્યક્રમ દરમિયાન પ્રભાત ફેરી, ગાંધીજીની પ્રતિમાના પૂજન સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામા આવશે. આ વેળા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી લાલભાઇ ગાવિત, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ, અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી આર.એલ.રાઠોડ સહિત સંબંધિત અધિકારી, પદાધિકારીઓ, નગરજનો, વિદ્યાર્થીઓએ વિગેરે ઉપસ્થિત રહી ગાંધી વંદના કરશે.
Share this Article
Leave a comment