પૂરની પરિસ્થિતિ વચ્ચે પોલીસે માનવતા મેહકાવી..

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

સાઉદી અરબ યાત્રા કરવા જતા ઝઘડિયા તાલુકાના યાત્રીઓને આમલેથાના પી.એસ.આઇ. રાઠોડે પેટ્રોલિંગ કરી અશા-માલસર પુલ પાર કરાવ્યો

નર્મદા જીલ્લા એસ.પી.એ.તાત્કાલિક મદદરૂપ બનવા પોલીસને સુચનાઓ આપી હતી

(સાજીદ સૈયદ, નર્મદા)

ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના અશા માલસર બ્રીજ નર્મદામાં પૂરની પરિસ્થિતિના કારણે પાણી વધુ હોવાના કારણે સાવચેતીના ભાગરૂપે પુલ બંધ કરવામાં આવ્યો હતો.

આ દરમિયાન ઝઘડિયા તાલુકાના એક ગામનો પરિવાર સાઉદી અરબના મકકાહ-મદીના ઉમરાહ (યાત્રા) માટે જતા હતા પરંતુ યાત્રિકો દ્વારા અમદાવાદ ખાતે તેઓની ફ્લાઈટ હોવાના કારણે તેઓ ટાઈમસર પહોંચી શકે તેમ ન હતું ત્યારે સ્થળ પર હાજર આમલેથા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.આર. રાઠોડને પરિવાર દ્વારા રજુઆત કરવામાં આવતા આમલેથાના પી.એસ.આઈ. રાઠોડ દ્વારા નર્મદા જીલ્લા એસ.પી. પ્રશાંત શુંબેને જાણ કરાવામાં આવી હતી

જેથી પોલીસ વડાએ તાકીદે યાત્રીઓને સલામતી પુર્વક આગળ સુધી પેટ્રોલિંગ કરવાની સુચનાઓ આપતા યાત્રિકોને સહી સલામત રીતે પાયલોટિંગ કરી તેઓની ગાડીને નર્મદા નદી ઉપર આવેલો અશા-માલસર બ્રિજ ક્રોસ કરાવ્યો હતો ત્યારે વિકટ પરિસ્થિતિની ધ્યાને લઈ અને આમલેથા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. દ્વારા એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના તમામ પુલો સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યા છે તેથી ઘણા વાહન ચાલકોને અટવાવનો વારો આવ્યો હતો.

Share this Article
Leave a comment