- આહવા: તા: ૧ :આજે એટ્લે કે તા.2જી ઓક્ટોબર અને ગાંધી જયંતિથી તા.8મી ઓક્ટોબર સુધી ડાંગ જિલ્લામા નશાબંધી સપ્તાહની ઉજવણી કરાશે.
નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સપ્તાહ ઉજવણી દરમિયાન તા.2/10/2022 ના રોજ આહવાના ગાંધી ઉદ્યાન ખાતે સવારે નશાબંધી પ્રદર્શન સાથે પ્રતિજ્ઞા વાંચન, તા.3/10/2022 ના રોજ સવારે 11 વાગ્યે આદર્શ માધ્યમિક શાળા-ચિંચલી ખાતે, તા.4/10/2022 ના રોજ માધ્યમિક શાળા-મોરઝીરા ખાતે, તા.5/10/2022 ના રોજ આશ્રમ શાળા-સારવાર ખાતે, તા.6/10/2022 ના રોજ આશ્રમ શાળા-કૂડકસ ખાતે, તા.7/10/2022 ના રોજ માધ્યમિક શાળા-નડગચોંડ ખાતે, અને તા.8/10/2022 ના રોજ સવારે 11 વાગ્યે આમસરવલણ ગામે નશાબંધી સપ્તાહનો પૂર્ણાહુતિ કાર્યક્રમ આયોજિત કરાયો છે. દરમિયાન નિયત શાળાઓમા વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓ સાથે સમેલન, પ્રદર્શન, પ્રવચન, સૂત્રોચ્ચાર, અને પરિતોષિક વિતરણ કાર્યક્રમ વિગેરેનુ આયોજન કરાયુ છે.
ડાંગમા આજથી નશાબંધી સપ્તાહ ઉજવાશે
Leave a comment
Leave a comment