મનીષ બહાતરે : આહવા
–
આહવા: તા: ૨૦: તાજેતરમા ડાંગ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતના અધ્યક્ષ સ્થાને, અને જિલ્લા કલેક્ટરબશ્રી ભાવિન પંડ્યાના સહ અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની ‘જિલ્લા બાળ સુરક્ષા સમિતિ’ની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમા માહે એપ્રિલ થી સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીની કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી, કર્મચારીઓનો પરિચય કરાવી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના પરિપત્રો વંચાણે લેવામા આવ્યા હતા.
દરમિયાન જિલ્લા સ્તરે પાલક માતા પિતા યોજનાના ૩૫૧ લાભાર્થીઓને દર મહિને માસિક રૂ.૩૦૦૦/- ની સહાય આપવામા આવે છે. જ્યારે રાજ્ય સરકારની ‘સ્પોન્શરશીપ યોજના’ના ૬૪ લાભાર્થી બાળકોને માસિક રૂ.૩૦૦૦/- ની સહાય મળે છે. ઉપરાંત ‘શેરો પોઝેટીવ ઈલનેશ’ યોજનાના ૧૭ લાભાર્થી બાળકોની શૈક્ષણિક સહાયની ચૂકવણી કરવામા આવી હતી.
સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, આહવા ખાતે હાલ ૨૦ અંતેવાસી બાળકોને શિક્ષણની સુવિધા સાથે આશ્રય હેઠળ રહે છે. સાથે ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ અંતર્ગત કોવિડ-૧૯ના સમયગાળા દરમિયાન માતા-પિતા બંને અવસાન પામેલ હોય તેવા, ૧૫ અનાથ લાભાર્થી બાળકોને માસિક ₹ ૪૦૦૦/- તથા એક વાલી ધરાવતા ૧૩૫ લાભાર્થી બાળકોને માસિક રૂ.૨૦૦૦/- ની સહાય DBT મારફતે સીધા બાળકોના બેન્ક ખાતામા જમા કરાવવામા આવે છે.
આ ઉપરાંત બાળ સુરક્ષા એકમ દ્વારા સમયાંતરે તાલીમ અને પ્રચાર પ્રસારથી જનજાગૃતિ કાર્યક્રમો પણ કરવામા આવ્યા છે. જેની પણ વિગતે ચર્ચા કરવામા આવી હતી.
જિલ્લા સ્તરે બાળકોની સતત કાર્યરત રહેતી હેલ્પ લાઈન ૧૦૯૮ ની કરેલી કામગીરીની પણ સમીક્ષા કરવામા આવી હતી. સમિતિના અધ્યક્ષ, અને સહ અધ્યક્ષશ્રીએ બાળકોની યોજનાકીય માહિતીના યોગ્ય પ્રચાર પ્રસાર પર ભાર મૂકતા જણાવ્યુ હતુ કે, બાળકોના અધિકારો, બાળકોની યોજનાઓ, અને સમાજ સુરક્ષાની દિવ્યાંગલક્ષી યોજનાઓની માહિતી ગામડાના છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચે, અને તેનો લાભ વધુમા વધુ લોકો મેળવે તે માટે, તાલુકા મુજબ ચૂટાંયેલા પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, સામાજિક કાર્યકરો, જન પ્રતિનિધિઓ, અને સમયાંતરે તાલીમ કરીને તથા યોજનાકીય માહિતીનો બહોળા પ્રમાણમા પ્રચાર-પ્રસાર કરવા માટે પોસ્ટર, પેમ્ફલેટ બનાવી શાળા, મહાશાળા, બસ સ્ટોપ, ગ્રામ પંચાયત કચેરી, દૂધ મંડળી, હોસ્પીટલો બેંકો તથા સરકારી કચેરીઓમા જન સંપર્ક કેન્દ્રો હોય તો ત્યા લગાવવા કે જેથી લોકોને વધુ જાણકારી મળી રહે, તે બાબતે ચર્ચા વિચારણા કરવામા આવી હતી.
સદર બેઠકમા ડી.વાય.એસ.પી. શ્રી પી.જી.પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એમ.સી.ભૂસારા, સિનિયર સરકારી વકીલ શ્રી સુરેશ કોકણી, જિલ્લા શ્રમ અધિકારી, સુપ્રિટેન્ડન્ટ એન્જીનિયર, ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ કો-ઓડિનેટર શ્રી સંજય શર્મા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી ચિરાગ જોષીએ બાળ સુરક્ષા એકમ હેઠળની યોજનાકીય માહિતી અને કામગીરીની ચર્ચા કરી હતી. સદર સમિતીના સભ્ય સચિવ એવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી જિજ્ઞેષ ચૌધરીએ બેઠકનું સંચાલન કરી માહિતીનું આદાન પ્રદાન કર્યું હતુ.
–
આહવા ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિની બેઠક મળી
Leave a comment
Leave a comment