ડાંગ જિલ્લા મહેસુલી કર્મચારીઓની બદલી થતા શુભેચ્છા કાર્યક્રમ યોજાયો

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

Manish Bahatare : Aahwa

(પોલાદ ગુજરાત): આહવા: તા: 15 : તાજેતરમાં રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા નાયબ મામલતદાર સંવર્ગના કર્મચારીઓની રાજ્યવ્યાપી આંતર જિલ્લા ફેરબદલી થતા, ડાંગ જિલ્લા વહિવટી તંત્રના વડા શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમા વિદાય સમારોહ યોજવામા આવ્યો હતો.

ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલ, અધિક નિવાસી કલેક્ટર શ્રી શિવાજી તબીયાડ તથા નાયબ જિલ્લા ચુંટણી અધિકારી શ્રી ચોધરી, તેમજ ડિઝાસ્ટર મામલતદાર શ્રી અર્જુનસિંહ ચાવડા, મામલતદારશ્રીઓ દ્વારા અન્ય જિલ્લામા બદલી થનાર નાયબ મામલતદારશ્રીઓને શુભચ્છાઓ પાઠવી તેઓને સન્માનિત કરવામા આવ્યા હતા.

ડાંગ જિલ્લામાથી બદલી થનાર નાયબ મામલતદારો એવા કુ.આર.વી.વસાવા, શ્રીમતી એ.એન.દેસાઇ, શ્રી એચ.એચ.પટેલ, શ્રી એસ.એમ.મનાત, કુ.એચ.જી.સવાણી, શ્રી વી.બી.ચોધરી, શ્રી બી.એલ.ડીંડોર, કુ. કે.એચ.પંડ્યા, શ્રી બી.વી.રાઠવા, કુ. બી.એન.ભિંગરાડીયા, શ્રી ડી.કે.વસાવા, શ્રીમતી પી.વી. જાંભેકરનો સમાવેશ થાય છે.

કલેક્ટરશ્રીએ બદલી પામતા કર્મચારીઓને પ્રજાકીય કામોમાં પોતાના ઇષ્ટદેવને હૃદયે ધરી, માનવ સેવા ને જ પ્રભુ સેવા સમજવાની હ્રદયસ્પર્શી અપીલ કરી હતી.

Share this Article
Leave a comment