- આહવા: તા: ૩૦: શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ ખાતે વડાપ્રધાનશ્રીના હસ્તે ઉદ્દઘાટિત થયેલી ૩૬મી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમા, ડાંગ જિલ્લાએ પણ ઉત્સાહભેર ભાગ લીધી હતો.
આ કાર્યક્રમ માટે ડાંગ જિલ્લના નોડલ અધિકારી તરીકે માર્ગ અને મકાન વિભાગના શ્રી એમ. એમ પટેલ તથા સ્ટેડિયમ ખાતેના કંટ્રોલ રૂમ માટે એમ.ડી.એમ મામલતદાર શ્રી કિશોરભાઈને નિયુક્ત કરાયા હતા.
ડાંગ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમમા ડાંના ૫૨૦ જેટલા શાળા/કોલેજના રમતવીરો, પોલીસ કર્મચારીઓ, મેડિકલ સ્ટાફ, અને સ્વામી વિવેકાનંદ યુવા મંડળ, ગુજરાત રાજય યુવક બોર્ડના સંયોજક, યુવા મોરચાના યુવાઓ વિગેરેને કુલ દસ જેટલી એસ.ટી.બસ દ્વારા આહવાથી અમદાવાદ મોકલાયા હતા.
–