ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ/ઉપ પ્રમુખશ્રીની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

(પોલાદ ગુજરાત) આહવા: તા: ૧૪: ડાંગ જિલ્લા સેવા સદન-આહવા ખાતે કલેકટર શ્રી મહેશભાઈ પટેલ, અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એ.ડામોરની અધ્યક્ષતામાં તમામે તમામ ૧૮ સભ્યોની ઉપસ્થિત વચ્ચે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

હરીફ ઉમેદવાર તરીકે બે ઉમેદવારી પત્રો ચૂંટણી તંત્ર પાસે રજુ થયા હતા. (૧) શ્રીમતી નિર્મળાબેન સુભાષભાઈ ગાઈન, અને (૨) નીલમબેન દિલીપભાઈ ચૌધરી. જે પૈકી શ્રીમતી નિર્મળાબેન ગાઈનને ૧૮ સદસ્યો પૈકી ૧૭ મતો મળવા પામ્યા હતા. જ્યારે ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ઉમેદવાર શ્રી ભરતભાઇ ભોયેની વરણી થવા પામી છે.

Share this Article
Leave a comment