આહવા: તા: ૨૩ :આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે ૧૭૩ – ડાંગ (S.T.) વિધાનસભા મતદાર મંડળના નિયુક્ત નોડલ ઓફિસરોને તેમની કામગીરી બાબતે માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારી – વ – કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાએ સૌને પરસ્પર સંકલન અને સહયોગ સાથે, ખૂબ જ સંવેદનશીલતા થી ચૂંટણી-s-t-વિધાનસભા-ની કામગીરી હાથ ધરવાની સૂચના આપી હતી.
ચૂંટણીની કામગીરીમાં ક્ષતિને કોઈ અવકાશન હોઈ, ખૂબ જ સમજદારીપૂર્વક અને ચોકસાઈ સાથે, ચૂંટણી પંચની માર્ગદર્શક સૂચનાઓના અભ્યાસ સાથે કામગીરી કરવાની અપીલ કરતા શ્રી પંડ્યાએ જુદી જુદી કમિટિના નોડલ ઓફિસરોને તેમની કામગીરી સંદર્ભે કોઈ સમસ્યા, મુશ્કેલી હોય તો વેળાસર તેની જાણકારી ચૂંટણી તંત્રને કરી દેવાની હિમાયત કરી હતી.
રાજયમાં ચૂંટણીને લઈને ચાલી રહેલી તૈયારીઓને ધ્યાને લેતા દરેક નોડલ ઓફિસરો તેમના હસ્તકની કામગીરી શરૂ કરી દે તે ઈચ્છિનિય છે તેમ જણાવતા કલેક્ટરશ્રીએ સૌને સૂક્ષ્મ માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતુ.
બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેક્ટર શ્રી પી.એ.ગામિતે, નોડલ ઓફિસરોની તૈયારીઓની સમીક્ષા હાથ ધરી હતી. ચૂંટણી મામલતદાર શ્રી મેહુલ ભરવાડે પાવર પોઈન્ટ પ્રેઝ્ન્ટેશનના માધ્યમથી જિલ્લાના નોડલ ઓફિસરો ને ફાળવેલી કામગીરીથી તેમને વાંકેફ કરાવ્યા હતા.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જુદી જુદી કમિટિઓ જેવી કે એક્ષ્પેન્ડિચર મોનિટરીંગ કમિટિ, લો એન્ડ ઓર્ડર, મેનપાવર મેનેજમેન્ટ,EVM/VVPET મેનેજમેન્ટ, આચારસંહિતા, ઓબ્ઝર્વર્સ, સ્વીપ,SMSમોનિટરીંગ એન્ડ કોમ્યુનિકેશન પ્લાન, ટ્રેનિંગ મેનેજમેન્ટ, સ્થળાંતરીત મતદારો, વેલ્ફેર, મટિરિયલ મેનેજમેન્ટ, મીડિયા મેનેજમેન્ટ, હેલ્પલાઈન, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ,બેલેટ પેપર,PWD, અને કોમ્યુનિકેશન કમિટિના નિયુક્ત નોડલ ઓફિસરોએ ઉપસ્થિત રહી, ચર્ચા વિચારણા હાથ ધરી હતી.
–
૧૭૩ ડાંગ (S.T.) વિધાનસભા મતદાર મંડળની ચૂંટણી માટે સજ્જ થતો ડાંગ જિલ્લો : – જુદી જુદી કમિટિના નોડલ ઓફિસરોને માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ભાવિન પંડ્યા
Leave a comment
Leave a comment