ચૈતર વસાવા કૂવામાંના દેડકાની જેમ ડ્રાંઉં ડ્રાંઉં કરે છે : સાંસદ મનસુખ વસાવા

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

કોંગ્રેસ અને આપના ગઠબંધન અંગે મનસુખ વસાવાએ આકરા પ્રહાર કર્યા

સાજીદ સૈયદ : નર્મદા

લોકસભા ચૂંટણીને હજી વાર છે, પરંતુ ગુજરાતની એક લોકસભા સીટ પર રાજકારણ ગરમાયું છે. ભરૂચમાં આપ અને ભાજપના નેતામાં અત્યારથી જ ચડસાચડસી જોવા મળી રહી છે. આ વચ્ચે કોંગ્રેસ અને આપના ગઠબંધન અંગે મનસુખ વસાવાએ આકરા પ્રહાર કર્યા છે.

મનસુખ વસાવાએ કહ્યું કે, ભરૂચમાં ભાજપ લોકસભાની ચૂંટણીમાં જીતશે. ગઠબંધનના નામે આવા લોકો હવાતિયા મારે છે. ચૈતર વસાવા કૂવામાં દેડકાંની જેમ ડ્રાઉં ડ્રાઉં કરે છે, જો કે, સ્વ.એહમદ પટેલના પુત્રી મુમતાજ પટેલ ભરૂચ લોકસભા માટે મજબૂત ઉમેદવાર તરીકે સ્વીકારી છે, તેમણે કહ્યું કે મુમતાઝ પટેલ ભલે મજબૂત ઉમેદવાર છે પણ ભરૂચ લોકસભામાં કોંગ્રેસ પતિ ગઈ છે,

અને આપના લોકો કુવામાંના દેડકા જેવા છે, ચૈતર વસાવા ડેડીયાપાડા વિધાનસભા સીટ કોંગ્રેસ, બિટીપી, અને ઘણા ભાજપના લોકોએ સપોર્ટ કર્યો એટલે જીતી ગયો છે. પરંતુ વિધાનસભા જીતી જાય તો એવું નઈ સમજવાનું કે લોકસભા પણ જીતી જશે, મનસુખ વસાવાએ વધારામાં જણાવ્યું કે ચૈતર વાસવાને ભાન હોવું જોઈએ કે, 6 ટર્મથી ભાજપ મને ટિકિટ આપે છે અને 6 ટર્મથી ટિકિટ મેળવવી એજ અતિ મહત્વનું છે, કોંગ્રેસ અને આપ ગઠબંધન કરે કે ના કરે અમને ચિંતા નથી, અમે ભરૂચ લોકસભા જીતવાના છે

Share this Article
Leave a comment