રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારનુ હનન થતા અટકાવવા માટે શિબિર યોજાઈ ;

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read
  1. આહવા: તા:16: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારનુ હનન થતા અટકાવવા માટે દેશના 75 જિલ્લાઓ નક્કી કરવામા આવ્યા છે. દેશમા બાળકોના 25% થી વઘારે આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓમા આ કાર્યક્રમ યોજવામા આવે છે. જે અતર્ગત ડાંગ જિલ્લામા શિબિરનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
    રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ અંતર્ગત સ્થાપિત કરવામા આવેલ કેન્દ્ર સરકારની ન્યાયિક સંસ્થા દ્વારા ડાંગ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આહવા ખાતે બંધારણીય જોગવાઈ, વિવિધ કાયદાઓ અને નિયમોમા બાળકોને મળતા અધિકારો સુનિશ્ચિત કરી બાળકોના અધિકારોનુ હનન થતા અટકાવવાનો છે. જે બાબતે ફરિયાદો સાંભળવા અને તેનુ નિરાકરણ કરવા માટે આયોગ દ્વારા શિબિરનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
    રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન શ્રી પ્રિયાન્ક કાનુન્ગો, મેમ્બર સેક્રેટરી સુશ્રી રૂપાલી બેનર્જી સિંઘ, ડાંગ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ભાવિન પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજાના નેજા હેઠળ આ શિબિરનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
    આ કેમ્પમા બાળકોને લગતા પ્રશ્નો જેવા કે, બાળકોના શિક્ષણને લગતા પ્રશ્નો, ICDS ના મકાન બાંધકામ અને પોષણ આહાર, દિવ્યાંગ બાળકોના સર્ટીફિકેટ, પોક્સો, બાળકોના એકાઉન્ટને લગતા, જાતિના દાખલા અંગે, ડિઆરડીઓ, જંગલ વિભાગ, વિધવા સહાય વેગેરે કુલ 105 પ્રશ્નોનુ નિરાકરણ લાવવામા આવ્યુ હતુ.

આહવાના ડાંગ દરબાર હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમનુ આયોજન જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આયોજિત કરવામા આવ્યુ હતુ. કાર્યક્રમમા મહેમાનોનુ સ્વાગત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી જિગ્નેશ ચૌધરી તથા કાર્યક્રમના અંતે આભાર વિધી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી ચિરાગ જોષીએ આટોપી હતી.

Share this Article
Leave a comment