ડાંગ જિલ્લા મતદારો જોગ જિલ્લા મેજિસ્ટ્રેટનુ જાહેરનામુ

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

આહવા: તા: 10: ભારતના ચૂંટણી પંચ તરફથી ગુજરાત વિભાનસભાની સામાન્ય ચૂંટણી, ૨૦૨૨ નો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે મુજબ પ્રથમ તબક્કામા અત્રેના ડાંગ જિલ્લાના ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિઘાનસભા મતદાર વિભાગની ચૂંટણી આગામી તા.૧/૧૨/૨૦૨૨ના રોજ યોજાનાર છે.

સબબ, મતદાન મથકો પર મોટી સંખ્યામા મતદારો પોતાનો મત આપવા એકઠા થવાનો સંભવ છે. જે સ્થળોએ મતદાન થનાર છે, તે મતદાન મથકો પર તથા તેની નજીકના વિસ્તારોમા મતદાનના દિવસે અડચણ થતી અટકાવવા, તથા જાહેર સુલેહ શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા, શ્રી ધર્મેન્દ્રસિંહ જે.જાડેજા (આઇ.એ.એસ), જિલ્લા મેજીસ્ટ્રેટ, ડાંગ દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ જાહેરનામુ બહાર પાડેલ છે. જે મુજબ,

(૧) જે મતદાન મથકો ઉપર મત આપવા જવાનુ છે તે મતદાન મથકોના અધિકૃત પ્રવેશ સ્થાન પાસે એક લાઈનમા ઉભા રહેવુ, અને જો સ્ત્રીઓ માટે જુદી લાઈન હોય તો તેણીએ તેમા ઉભા રહેવુ.

(૨) મતદારે મતદાન મથકમા લાઈન મુજબ પોતાના ક્રમાનુસાર એક પછી એક દાખલ થવુ.

(૩) મતદારે પોતાનો મત આપ્યા પછી મતદાન મથક તથા તેના વિસ્તારમાંથી ચાલ્યા જવુ.

આ હુકમ તા.૧/૧૨/૨૦૨૨ના દિવસ માટે અમલમા રહેશે. આ હુકમ ડાંગ જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ હુકમના કોઇ પણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને સને ૧૯૫૧ ના મુંબઈ પોલીસ અધિનિયમની કલમ-૧૩૪ તથા ઇન્ડિયન પિનલ કોડ-૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબની શિક્ષાને પાત્ર થશે.

Share this Article
Leave a comment