આહવા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માંથી એક પીડિત મહિલા દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી પતિ ઝઘડો અને મારપીટ કરી હેરાનગતિ કરતા હોવાનું જણાવ્યું હતું , આથી ડાંગ જિલ્લા ના ૧૮૧ મહિલા હેલ્પલાઇન ની ટીમ ના નેહાબેન મકવાણા અને ચંદનબેન પટેલ તથા પાઇલોટ કૃણાલભાઈ પટેલ સહિત ની ટીમ સ્થળ પર પહોંચી ગયા હતાં . પીડિત મહિલા તથા તેમના પતિ ને સાંભળી કાઉન્સેલિંગ કરતા જણાવેલ કે લગ્ન ના ૧૬ વર્ષ થયેલ હોય અને સંતાન માં ત્રણ બાળકો છે.પતિ ને ઘણા સમય થી વ્યસન ની ટેવ છે તેઓ ને વ્યસન કરવાં ની મનાઈ કરતા તેઓ નાની નાની બાબતે ઝઘડો કરવા લાગે તેમજ અપશબ્દો બોલી મારપીટ કરવા લાગે જેથી પીડિત મહિલા કંટાળી ને આત્મહત્યા કરવા નો પ્રયત્ન કર્યો હતો તેમ છતાં પીડિત મહિલા ના પતિ સમજતા ન હોય આથી પીડિત મહિલા એ ૧૮૧ મહિલા હેલ્પલાઈન ની મદદ લીધી હતી. ૧૮૧ ટીમ દ્વારા પીડિત મહિલા ને શાંત્વના આપી તેમજ પીડિત મહિલા અને તેઓ ના પતિ ને કાયદાકીય માર્ગ દર્શન આપ્યું લાંબાગાળા ના કૌન્સેલીંગ માટે ચાલતા સેન્ટર વિશે માહિતી આપી હતી,પરંતુ પીડિત મહિલા હાલ ફરિયાદ કરવા માંગતા ન હોય અને તેમના પતિ હવેથી વ્યસન નહિ કરે તેવી બાહેધરી આપતા હોવાથી પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું હતું પીડિત મહિલા ના મન માંથી આત્મહત્યા નો વિચાર પણ દુરવ્યો હતો.