આહવાની સરકારી માધ્યમિક શાળા ખાતે યોજયો ‘હિન્દી દિવસ’

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

(પોલાદ ગુજરાત) આહવા: તા: ૧૫: આહવાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર શાળા ખાતે તા.૧૪મી સપ્ટેમ્બરે ‘હિન્દી દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.

શાળાના આચાર્ય શ્રી અમરસિંહભાઈ ગાંગોડાના માર્ગદર્શન હેઠળ શિક્ષક શ્રી ડોક્ટર મનીષભાઈ ગાંગુડાની ઉપસ્થિતિમાં હાથ ધરાયેલી હિન્દી દિવસની ઉજવણી દરમિયાન તેમણે રાષ્ટ્રભાષા હિન્દીનું મહત્વ સમજાવતું વક્તવ્ય રજૂ કર્યું હતું.

સાથે શાળાના ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વકૃત્વ સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબરે ગાવિત વિજયા ઈશ્વરભાઈ, દ્વિતિય નંબરે ગાવિત હિના મુરલીભાઈ, અને તૃતિય નંબરે ચૌધરી મહિમા બી. વિજેતા થઈ હતી. તેજ રીતે વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે ગાવિત હેતલ નિલેશભાઈ, દ્વિતીય નંબરે ભોયે આદિત્ય કિરણભાઈ, અને તૃતિય નંબરે ચૌધરી ભાવિષા સાવરીરામ વિજેતા નીવડ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી રાજેશ રાવલે કર્યું હતું.

Share this Article
Leave a comment