(પોલાદ ગુજરાત): આહવા: તા: ૧૫: એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કુલ, આહવા ખાતે તા.૧૪મી સપ્ટેમ્બરે “હિન્દી દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.
દરમિયાન શાળાના ધોરણ ૭ થી ૧૦ના વિદ્યાર્થીઓએ હિન્દી ભાષામાં નાટક, સંત કબીર, સંત તુલસીદાસ, સંત રહીમના દોહા, સમુહ નૃત્ય તેમજ વૈવિધ્યસભર હિન્દી ગીતો રજુ કર્યા હતાં. કાર્યક્રમમાં શાળાના ધોરણ ૬ થી ૧૨ના સાયન્સ અને કોમર્સના તમામ વિદ્યાર્થીઓ જોડાયા હતા.
દરમિયાન “હિન્દી દિવસ” ના મહત્વ વિશેની જાણકારી શાળાના શિક્ષક શ્રી માવજીભાઈ ભોયે દ્વારા આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાઆચાર્યા સુશ્રી સોનલ મેકવાન તથા વાઈસ પ્રિન્સિપાલ શ્રી પંકજભાઈ નિરંજને કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને, બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં. સાથે તમામને “હિન્દી દિવસ” ની શુભેચ્છાઓ પાઠવી હતી.