- આહવા: તા: 1: પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજ્ય કક્ષાએ વડાપ્રધાન શ્રી નરેદ્રભાઇ મોદીની પ્રેરક ઉપસ્થિતીમા અંબાજી ખાતે લોકાર્પણ અને ખાતમુર્હતનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમની સાથે જિલ્લા કક્ષાના કાર્યક્રમમા ડાંગ જિલ્લાના ધારાસભ્ય શ્રી વિજભાઇ પટેલ તેમજ વહીવટી તંત્રની ઉપસ્થિતીમા આહવા સનસેટ પોઇન્ટ ખાતે આવાસનુ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ.
ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલે વાસ્તુ પુજન સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી શ્રીમતી મંગીબહેન લાહનુભાઇ વાડુ તેમજ તેમના સુપુત્રી શ્રીમતી વનિતાબેન પવારને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ડાંગ જિલ્લામા 51 ગામડાઓમા કુલ 258 આવાસનુ લોકાર્પણ અને ખાતમુર્હત કરવામા આવ્યુ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શ્રીમતી મંગીબહેનને રૂ. 1.2 લાખ તેમજ મનરેગા યોજના સહિત કુલ રૂ.1.5 લાખની સહાય મળી છે. જે બદલ તેઓએ રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
શ્રીમતી વનિતાબેન પવારે જણાવ્યુ હતુ કે, પહેલા કાચા મકાનમા રહેતા હોવાથી તેઓને ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હતો. પરંતુ સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પુરેપુરે લાભ મળતા તેઓએ પોતાનુ પાક્કુ મકાન બનાવી લીધુ છ. તેઓ પોતાના પાકા મકાનથી ખુશ છે.
આ પ્રસંગે કલેકટર શ્રી ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. વિપિન ગર્ગ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશભાઈ જોષી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉત, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી નીલમબેન ચૌધરી, આહવાના સરપંચ શ્રી હરિચંદભાઈ ભોયે, તેમજ અન્ય અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડાંગ જિલ્લાના 51 ગામડાઓમા કુલ 258 આવાસનુ લોકાર્પણ અને ખાતમુર્હત કરાયુ
Leave a comment
Leave a comment