અશ્વિન ભોયે, આહવા
ગુજરાત રાજ્યમાં દર વર્ષે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને પારિતોષિક દ્વારા બિરદાવવામાં આવે છે જેમાં વર્ષ 2021માં વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ એવા 31 શિક્ષકો નો સમાવેશ થાય છે.દક્ષિણ ઝોનમાં ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની બીલીઆબા શાળા ના આચાર્ય વિમલભાઈ ડી.ગામીત નો સમાવેશ થતાની સાથે ડાંગ જિલ્લાના શિક્ષણ વિભાગ માં ખુશી નો માહોલ છવાઈ ગયો હતો. વિમલભાઈ ને જિલ્લાના અને તાલુકાના સાહેબશ્રીઓ અને જિલ્લા ના સૌ શિક્ષકો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.ત્યારે રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ શિક્ષક વિમલભાઈ અને એમની શાળા ની કામગીરી પણ પ્રેરણા મેળવવા જેવી છે.
ગુજરાત રાજ્યની મહારાષ્ટ્ર રાજ્ય ની બોર્ડર પર આવેલ બીલીઆબા ગામની પ્રાથમિક શાળા માં વિમલભાઈ ની નિમણુંક 2 જાન્યુઆરી 2002 ના રોજ થઈ હતી તે સમયે શાળા માં 127 બાળકો ની સંખ્યા 6 ઓરડા હતા.શાળા માં રમતના મેદાનો,પાણી,શૌચાલય જેવી સુવિધાનો અભાવ છતાં શાળા અને ગામ માં શિક્ષણ ની જ્યોત પ્રજવલિત કરવાની નેમ સાથે સતત સંઘર્ષ સામે લડવાની આદત બનાવી આગળ વધવાની ટેવ પાડી. ગામના લોકો અને શાળા ના શિક્ષકોના સાથ સહકાર થી શાળા માં રમતના મેદાનો,બાગ બગીચો, શાળાની અન્ય સુવિધાઓ ઊભી કરી આજે શાળા ને ખાનગી શાળાઓ ની હરોળ માં મૂકી છે.અને શાળા નું વાતાવરણ હકારાત્મકતા આપે છે.આ કામગીરી ના પરિણામ સ્વરૂપે આજે આજુબાજુ ના 18 ગામો માંથી કુલ 365 બાળકો અભ્યાસ કરે છે.13 ઓરડા શાળા માં ઉપલબ્ધ છે. સચિવ શ્શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય રાવ સાહેબ ના શબ્દો માં કહીએ તો ગુજરાત ની અન્ય શાળા ને પ્રેરણા આપે એવું કામ શાળા માં થઇ રહ્યું છે.આજે ગામ માં એમ.બી.બી.એસ.,ડિપ્લોમા, નર્સિંગ, બી.ઇ.,પી.ટી.સી.,બી.એડ.જેવી લાયકાત ધરાવતા બાળકો આ શાળા એ તૈયાર કર્યા છે.શાળા માં NMMS અને PSE જેવી બાહ્ય પરીક્ષાઓમાં દર વર્ષે મેરીટ માં અવ્વલ આવી ડાંગ જિલ્લા ની 30%થી40% બેઠકો સાથે પ્રથમ દસ માં સ્થાન મેળવે છે.શાળા એ જિ.શિ. સમિતિ દ્વારા શ્રેષ્ઠ શાળા એવોર્ડ 2003-2004 માં પ્રાપ્ત કર્યો હતો.જી.સી.આર.ટી ગાંધીનગર અને તાલીમ ભવન દ્વારા ગુણવત્તા એવોર્ડ અને 2016-17 માં શાળા સ્વચ્છતા એવોર્ડ આમ આવા ઘણા એવોર્ડ મેળવ્યા છે.સ્કૂલ નેશનલ ગેમ્સ માં પણ વર્ષ 2010 થી U-14 ખોખો માં શાળા સતત ભાગ લઈ રહી છે અને ચેમ્પિયન,રનર્સ અપ પણ રહી છે. તેજ રીતે ખેલ મહાકુંભ માં U-14 અને U-16 માં પણ બાળકોએ ભાગ લઈ બ્રોન્ઝ,સિલ્વર, ગોલ્ડ મેડલ મેળવ્યા છે. શાળા રાષ્ટ્રીય કક્ષાએ પણ બ્રોન્ઝ,સિલ્વર, ગોલ્ડ મેડલ મેળવી રાજ્ય અને જિલ્લાનું નામ રોશન કરેલ છે.અત્યાર સુધી માં ગુજરાત રાજ્ય ની ખોખો ટીમ ના ખેલાડીઓમાં 49 બાળકો ની પસંદગી થઈ છે. શાળા ની વાસ્તવિકતા જોતાજ ખ્યાલ આવે કે શાળા ની નેતૃત્વ સફળ છે.વિમલભાઈ નું કહેવું છે કે મને અને શાળા ને સતત માર્ગદર્શન આપતા જીલ્લા પ્રા.શિ.અધિકારી ભૂસારા સાહેબ ના.જી.પ્રા. શિ. ઠાકરે સાહેબ તથા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન નીલમબેન ,તાલીમ ભવન ના પ્રચાર્ય,તાલુકા શિક્ષણાધિકારી સાહેબ,બી.આર.સી.પરિમલભાઈ તથા મારી શાળા ના શિક્ષકો અને એસ.એમ.સી કમિટી તથા ગામના લોકો ના સહકાર થી આટલું કરી શક્યા છીએ.અને અમારી તમામ સિદ્ધિઓ માં સતત પ્રોત્સાહન તાલુકા પ્રા.શિક્ષક સંઘ દ્વારા પણ મળ્યું છે.આજે રાજ્ય ના અન્ય જિલ્લા અને તાલુકા માંથી બી.આર.સી.કો એમની ટિમ સાથે શાળા ની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે એમની પાસે થી પણ અમે ઘણું શીખ્યા છીએ.વિમલભાઈએ “ઘસાઈ ને ઉજળા થઈએ” ના સંકલ્પ સાથે અમે આગળ વધ્યા છીએ એમ જણાવ્યું હતું. સાથે શુભેચ્છા આપનાર સૌ નો આભાર વ્યક્ત કર્યો હતો.સતત પ્રગતિ કરતા શાળા અને બાળકો ની જરૂરિયાત ને ધ્યાન માં રાખી અન્ય જિલ્લાના દાન આપનાર દાતાઓ ઓ સંપર્ક કરી બાળકો ને સુવિધાઓ અપાવનાર અને સુબીર તાલુકા ને ગૌરવ આપવતા શિક્ષક વિમલભાઈ ગામીત ને સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ શામજીભાઈ પવાર મહામંત્રી જયરાજ પરમાર દ્વારા પણ તાલુકા ના સૌ શિક્ષકો વતી શુભેચ્છા પાઠવી હતી.