“૯મી ઓગષ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ” નિમિતે આહવા ખાતે જાહેર સભા ધ્વારા આદિવાસી સમાજના તેમના હક અને અધિકારો પર થઈ રહેલ આક્રમણ બાબતે કાળી પટટી બાંધી વિરોધ દર્શાવ્યો.

adminpoladgujarat
adminpoladgujarat
4 Min Read

તા.૯મી ઓગષ્ટ,૨૦૨૧ના રોજ આહવા ખાતે ગઈદઈફઈ(સંયુકત રાષ્ટ્રસંઘ) ઘોષિત આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની ઉજવણીના ભાગ રૂપે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની ઉજવણી સમિતિ ધ્વારા ર્ડા.બાબાસાહેબ આંબેડકર ભવન હોલ,આહવા ખાતે ૧૧ થી ૩ કલાક દરમિયાન જાહેરસભા રાખવામાં આવેલ હતી.

જેમાં મુખ્યત્વે નીચે મુજબના મુદ્દાઓની ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી અને તમામ લોકો મારફતે

કાળી પટર્ટી બાંધી વિરોધ પ્રગટ કરવામાં આવ્યો.

. વેદાંત ગ્રુપની હિંદુસ્તાન ઝીંક લિમિટેડ,કંપની કે જેને આપણા અને અન્ય દેશોએ પણ વિરોધ કરી કેટલીક જગ્યાએ બહાર કાઢી મૂકેલ છે. આવી કંપની સાથે ગુજરાત સરકારે ૧૦ હજાર કરોડનો કોન્ટ્રાકટ કરી તાપી જિલ્લાના ડોસવાડા ગામમાં ૪૫૦ હેકટર જેટલી જમીન કંપનીને આપેલ છે. આ જગ્યાએ કંપનીની સ્થાપના કરી કાચા ધાતુને પીગાળી ઝીંક બનાવી બહાર વેચવાની યોજના છે. જેમાં સ્થાનિક અસરગ્રસ્ત ૯૦ થી વધુ ગામોના સ્વાસ્થ્ય,ખેતી,હવા,પાણી જેવા સંશાધન પર સીધી અને આડકતરી રીતે અસર થવાની છે. જે બાબતનો લીધેલ નિર્ણય આપણા અધિકારો જેવા કે પેશા કાયદો-૧૯૯૬ મુજબ ગ્રામસભાની સત્તાથી ઉપર જઈને તેમજ પમી અનુસૂચિની બંધારણીય જોગવાઈ હોવા છતાં આદિવાસી સલાહકાર સમિતિમાં પણ તેની કોઈપણ ચર્ચા કરી કે ઠરાવ પ્રસાર કર્યા વગર સીધેસીધી રીતે પ્રોજેકટને લાવવામાં આવી રહેલ છે.

. નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં આપણાં ડાંગના ૨ યુવાનોનું કસ્ટોડીયલ મૃત્યુ થયું ત્યારે પણ ફરિયાદ આપતી વખતે ઘણો સંઘર્ષ કરવો પડયો અને ત્યાર પછી આરોપીઓ સામે એફ.આઈ.આર નોંધવામાં આવી. આ ઘટના પરથી ખ્યાલ આવે છે કે સરકારી ફરજ પરના અધિકારીઓએ સુપ્રીમ કોર્ટના ડી.કે.બાસુ વિરુધ્ધ સ્ટેટ ઓફ વેસ્ટ બેંગાલના કેશમાં આપેલ ગાઈડલાઈન અને સામાન્ય નાગરીકોના કાયદાકીય બંધારણીય અધિકારોનું પણ ઉલ્લંઘન કરવામાં આવેલ.

. ફા. સ્ટેન સ્વામી કે જેઓ ઝારખંડના રાંચી જિલ્લાના ૮૪ વર્ષના નિઃસ્વાર્થ ભાવે આદિવાસીઓના અધિકારોના રક્ષણ માટે કામ કરતા આવેલ હતા જેમના પર માઓવાદી અને નકસલવાદીનો ખોટો પ્રચાર કરી કેશ કરી ૧ વર્ષ સુધી જેલમાં મૂકવામાં આવેલ હતા અને કોરોના અને અન્ય ગંભીર બીમારી હોવા છતાં તેમની જામીન અરજી વારંવાર નામંજૂર કરવામાં આવેલ હતી અને છેલ્લે નાછૂટકે તેમને જયારે જામીન મળ્યા ત્યારે તેમની તબિયત ઘણી નાજુક હોવાના કારણે મૃત્યુ પામ્યા.

૪. વન અધિકાર કાયદો-૨૦૦૬ એ આદિવાસી સમાજ માટે ઐતિહાસિક કાયદો છે. અને આજદિન સુધીની તેની અમલીકરણની મૂળ જવાબદારી કેન્દ્ર,રાજય અને જિલ્લા લેવલ પર આદિજાતિ વિકાસ મંત્રાલય વિભાગની મૂળ ભૂમિકા રહેલી હતી, તેમજ આ કાયદાના અમલીકરણમાં ખાસ કરીને સામુહિક વન અધિકારોના સંદર્ભમાં ગામની ગ્રામસભાની મહત્વની ભૂમિકા હતી. અને વનવિભાગની ભૂમિકા પ્રતિવાદી તરીકે રહી હતી.પરંતુ હાલમાં તા.૬ જુલાઈ ૨૦૨૧ના રોજ કેન્દ્રીય આદિજાતિ મંત્રાલય અને કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલય મળીને સંયુકત નિવેદનમાં જણાવેલ છે કે, વન અધિકાર કાયદાની અમલીકરણની પ્રકીયામાં અને ખાસ કરીને સામુહિક વન અધિકારોની પ્રકીયામાં જંગલખાતાની પણ ભાગીદારી રહેશે. અને વન સમિતિ અને જંગલખાતાના વર્કીંગ પ્લાન મુજબ જંગલનો વહીવટ અને વિકાસ કરવાનો રહેશે. એટલે કે વન અધિકાર કાયદાનો હેતુ અને નિયમોના વિરુધ્ધમાં જઈને સરકાર ધ્વારા આદિવાસી સમાજના અધિકારોથી ફરીથી વંચિત રાખવાનું આ એક કાવતરું ચાલી રહેલ છે.

આમ સમગ્ર કાર્યક્રમ સુરેશભાઈ માહલા, ર્ડા.એ.જી.પટેલ, મુકેશભાઈ પટેલ,રાજભાઈ વસાવા, મહેશભાઈ આહીરે,રોશનભાઈ સરોલીયા, લક્ષ્મણભાઈ બાગુલ, નિલેશભાઈ ઝાંબરે, લહાનુભાઈ દળવી જેવા સામાજિક કાર્યકરો ધ્વારા વકતવ્ય પુરુ પાડવામાં આવેલ હતું. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે ધવલીધોડ ગામના યુવા ગ્રુપ ઘ્વારા ડાન્સ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધેલ હતા જે કાર્યક્રમનું સંચાલન સુનિલભાઈ ગામીત ઘ્વારા કરવામાં આવ્યું.

Share this Article
Leave a comment