હલકાં ધાન્ય સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વઘઇ દ્રારા ડાંગ જિલ્લાના વિવિધ મહિલા મંડળો, સ્વસહાય જૂથો તથા ખેડૂત મંડળોને મિલેટ પ્રોસેસીંગ મશીન વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

adminpoladgujarat
adminpoladgujarat
4 Min Read

સંયુકત રાષ્ટ્ર દ્રારા વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ જાહેર કરાયેલ છે. વૈશ્વિક સ્તરે પોષક તત્વ ધાન્ય પાકોની વિશેષ માંગ છે. જે પૈકી હલકા ધાન્ય પાકોના ઉત્પાદનમાં ભારત અગ્રેસર રહી શકે છે. કૃષિ વૈજ્ઞાનિકોના મતે પહેલાના સમયમાં ભોજનમાં જુવાર, બાજરી, નાગલી, બંટી, કાંગ, મોરીયો વગેરે જેવા પાકોનો વિશેષ ઉપયોગ થતો જે આરોગ્ય માટે ખૂબ જ પૌષ્ટિક આહાર છે. પરંતુ વર્તમાનમાં તેને આહારમાં ઓછું સ્થાન અપાય છે અને તેનો ઉપયોગ ગ્રામીણ ક્ષેત્રોમાં ઓછાવતા અંશે થાય છે. જેનું મુખ્ય કારણ પ્રચાર પ્રસારનો અભાવ છે. જેથી ખેડૂતો પણ તેના વાવેતરમાં વધુ રસ લેતા નથી, ડાંગ જિલ્લાનો મુખ્ય પાક નાગલી તથા વરી છે. જેમાં વરી એક પોષકતત્વોથી ભરપૂર મૂલ્યવર્ધિત પાક છે. જેથી વરીની ખેતીનો વાવેતર વિસ્તાર વધારે છે. વરી માથી ભગર (મોરો) નું ઉત્પાદન મોટા પાયે થાય છે. જે માટે પ્રોસેસીંગ યુનિટની ખાસ જરૂર પડે છે પંરતુ ડાંગ જિલ્લાના ખેડૂતો પાસે તે ઉપબ્ધ નથી. જેથી વરીનું ઉત્પાદન વધુ હોવા છતાં તેની ખેતી કરતાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવો મળતા નથી. જેથી વરીનું મૂલ્યવર્ધન વધારવા માટે વઘઈ ખાતે તા. ૧૮/૦૨/૨૦૨૨ ના રોજ નવસારી કૃષિ યુનિવર્સિટી હસ્તકના હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, વઘઈ (ડાંગ) આઝાદીનો અમૃત મહોત્સવ @ ભારત દ્રારા ડાંગ જિલ્લાના વિવિધ મહિલા મંડળો, સ્વસહાય જૂથો તથા ખેડૂત મંડળોને મિલેટ પ્રોસેસીંગ મશીન વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમના અધ્યક્ષ એવા ડૉ. ઝેડ. પી. પટેલ, મા. કુલપતિશ્રી, ન… નવસારી તથા અતિથિ વિશેષ ર્ડા, તિમુર આર અલ્હાવત, મા, સંશોધન નિયામકશ્રી, ડૉ. વિકાસ નાયક, મા. સહ સંશોધન નિયામકશ્રી, ન.કૃ.યુ., નવસારી તેમજ મુખ્ય મહેમાન એવા મા. વિજયભાઈ પટેલ, ધારાસભ્યશ્રી વઘઈ (ડાંગ) આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય ડો. જે. જે. પસ્તાગીયા દ્રારા મહેમાનોનું સ્વાગત ઉદ્દભેદન કરવામાં આવ્યું. હલકા ધાન્ય સંશોધન કેન્દ્રના વડા ડૉ. એચ. ઈ. પાટીલે કાર્યક્રમનું પ્રાસંગિક ઉદુભોદન કરી કાર્યક્રમ વિશે માહિતી આપતા હલકા ધાન્યોનુ પ્રમોશન એ ભારત સરકારના કાર્યક્રમમાં મહત્વનું સ્થાન ધરાવે છે તથા ખેડૂતોએ ખેતીમાં હલકા ધાન્ય પાકોની નવીન જાતોનું વાવેતર કરવું જોઈએ. ભારત સરકારના ન્યુટ્રીસિરિયલ મિશનમાં ગુજરાત રાજયને NFSM દ્રારા બે પ્રોજેકટ ફાળવવામાં બે આવેલ છે. જેમાં નવી નવી જાતો વિકસાવવા પ્રમાણિત બીજ ઉત્પાદન અને પોષકતત્વ ધાન્ય પાકોના પ્રચાર પ્રસાર કરવાની કામગીરી સોંપાયેલ છે તેમ જણાવ્યુ હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ ડૉ. ઝેડ. પી. પટેલે ડાંગ જિલ્લાના ખેડૂતોને નાગલી- વરીનું મહત્વ સમજાવી વાવેતર વિસ્તાર વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ધારાસભ્યશ્રી મા. વિજયભાઈ પટેલે જણાવ્યું હતુ કે જો ખેડૂતો દ્રારા ઉત્પાદિત વરીનું સ્થાનિક કક્ષાએ પ્રોસેસીંગ થાય અને તેનું ગ્રેડીંગ અને પેકીંગ કરી માર્કેટમાં મૂકવામાં આવે તો વરીનું મૂલ્ય વર્ધન વધે, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહેશે. અને સ્થાનિક લોકોની રોજગારીમાં પણ લાભો થશે એમ જણાવ્યું હતું. વધુમાં હલકા ધાન્ય સંશોધન કેન્દ્રના મદદનીશ વૈજ્ઞાનિકો, જી.ડી. વડોદરીયા તથા કૃષિ મહાવિદ્યાલયના મદદનીશ પ્રાધ્યાપક ર્ડા. વિનિત શર્મા દ્વારા ખેડૂતોને તાંત્રિક માહિતી આપવામા આવી હતી. તેમજ શ્રીમતી ભારતીબેન પટેલ ક્રિમીશા સખી મંડળ વઘઈ તથા શ્રી શ્રાવણભાઈ ગાઈન, લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ, નાનાપાડા દ્રારા ખેડૂતોના પ્રતિભાવો આપવામા આવ્યા હતા. આ કાર્યક્રમમાં આશરે ૭ જેટલા મહિલા મંડળો, ખેડૂત મંડળોના ૧૫૦ જેટલા ખેડૂત ભાઈઓ-બહેનોએ હાજરી આપી હતી. જેમાં રિધ્ધિ સિધ્ધિ સખી મંડળ, નડગખાડી, ક્રિમીશા સખી મંડળ વઘઈ, અંબિકા સખી મંડળ જામલાપાડા, ડાંગ નેચરલ ફાર્મસ પ્રોડ્યુસર કંપની લી. વઘઈ, ભકિતમાતા મહિલા ખેડૂત સમૂહ (ડાંગ આહવા ફાર્મસ પ્રોડ્યુસર કંપની લી.), અંબિકા મહિલા મંડળ સાવરખડી, લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ, નાનાપાડા ને મિલેટ પ્રોસેસીંગ મશીન નું વિતરણ મહેમાનશ્રીઓના હસ્તે કરવામાં આવ્યું.
કાર્યક્રમના અંતમાં હલકાં ધાના સંશોધન કેન્દ્ર ના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક 1. જી. ડી. જ્યોદરીયા દ્વારા પણ સંસ્થાઓના

કર્મચારીઓ, મહાનુભાવો તથા કાર્યક્રમમાં ઉપસ્થિત દરેકનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

Share this Article
Leave a comment