સુબીર તાલુકામાં મેટ્રોસિટી બસ શરૂ તો કરાઈ પણ બેનર અન્ય રૂટનાં મૂકી દેવાતા લોકો અટવાઈ રહ્યા છે

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

 

આહવા : દર માસે યોજાતા ‘મુખ્યમંત્રીના સ્વાગત
કાર્યક્રમમાં ‘ ડાંગ કલેક્ટરશ્રીના અધ્યક્ષતામાં યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ચીંચવિહિર ગામના એક જાગૃત નાગરિક શ્રી સકારામભાઈ ચૌધરીએ સુબીર તાલુકાના પૂર્વ પટ્ટીના ગામોને એસટી બસ સેવાનો લાભ આપવાની રજૂઆત કરી હતી જેને સંવેદનના પૂર્વક લેતા ડાંગ કલેકટરશ્રી એ એસટી વિભાગને આ અંગે હકારાત્મક કાર્યવાહીના દિશા નિર્દેશ આપતા વલસાડ એસટી ડિવિઝનના વિભાગીય નિયામકશ્રીએ તાત્કાલિક આહવાથી સુબીર અને ત્યાંથી ગારખડી , પિપલાઈદેવી, ગામને જોડતી મેટ્રોસિટી બસ નો પ્રારંભ તા.24/08/2022 નાં રોજ થી શરૂ કરવામાં આવ્યો છે
જે મેટ્રોસિટી બસ સેવાના નિયત સમય પત્રક મુજબ શરૂ તો કરી દેવાઈ પણ જે ગામનાં રૂટ ઉપરથી એસટી બસ ચાલે છે તે રૂટનું બેનર બસમાં નહીં લગાવવામાં આવતાં લોકોમાં મુઝવણ ઊભી થતા પેસેન્જર અટવાઈ રહ્યા છે.

Share this Article
Leave a comment