મનિષ બહાતરે : આહવા પ્રતિનિધિ
આહવા ડાંગ : સુબીર તાલુકા ના લવચાલી ગામે સોમવારના રોજ બજાર ભરાતો હોય છે આ સાપ્તાહિક બજારમાં આવતા વેપારીઓ દ્વારા વેપાર કર્યા બાદ એકઠો થતો કચરો પ્લાસ્ટિક ની થેલીઓ પ્લાસ્ટિકની બોટલો અન્ય કચરો ત્યાં જ બજાર ની જગ્યા ના બાજુમાં રસ્તાના સાઈડમાં ખુલ્લામાં ફેંકી દઈ ચાલતી પકડતા હોય છે તેથી પશુ પક્ષી પર્યાવરણ માટે હાનીકારક સાબિત થઇ શકે છે અને પ્રદુષણ વધતાં ગામમાં રોગચાળો પણ ફાટી નીકળતો હોય છે આ બાબતે સ્વચ્છતા ની વાહ-વાહ કરતા ગુણ ગાતા ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા બજારમાં એકપણ જાહેર કચરા પેટી મુકવામાં આવી નથી સ્વચ્છતા ના નામે ખોટા ખોટા બિલો રજૂ કરી અને પૈસા ચાંઉ કરી જતા હોય છે અને અહીં તો જાહેરમાં કચરાના થર જામી ગયા છે તેની સફાઈ ક્યારે?