સુબિર :
ડાંગ જિલ્લામાં ડબલ એન્જીનની સરકારમાં યુવા મોરચાના તાલુકા પ્રમુખ જીગ્નેશભાઈ જીવુભાઈ ભોયે દ્વારા સ્વૈચ્છિક રાજીનામું આપતા શાસક પક્ષમાં ચર્ચનો માહોલ બન્યો છે જ્યારે તેમણે ઉલ્લેખ કર્યો છે કે પક્ષમાં મારુ માન સન્માન જળવાતું ન હોવાથી મેં રાજીનામું આપ્યું છે.
જ્યારે મળતી માહીતી મુજબ જીગ્નેશભાઈ સુબિર વિસ્તારમાં ભાજપ પાર્ટી માટે સક્રિય કાર્યકર્તા ન હોવાને કારણે વારંવાર સંગઠન વતી મૌખિક ટકોર કરવામાં આવી હતી.