સુબિરની દિવ્ય છાયા હોસ્પિટલ ખાતે યોજાયો હદય રોગ નિદાન કેમ્પ

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

આહવા:તા : ૨૩: ડાંગ જિલ્લાની પૂર્વપટ્ટીના સુબિર તાલુકા મથકે કાર્યરત ‘દિવ્ય છાયા હોસ્પિટલ’ ખાતે, રવિવારે હદય રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાઈ ગયો.
મહાવિર કાર્ડયાક હોસ્પિટલ-સુરતના સહયોગથી આયોજિત આ કેમ્પમાં, સુબિર સહિત આસપાસના અંતરિયાલ વિસ્તારોના ૧૨૨ દર્દીઓનું સ્કિનિંગ કરાતું હતું- જે પૈકી ૭૭ દર્દીઓના ECHO પણ કાઢવામાં આવ્યા હતા.

ઉલ્ખેયનિય છે કે, હદય રોગની વધૂ સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓને આયુષ્યમાન કાર્ડની મદદથી ઓપરેશન સહિતની સુવિધાઓ મહાવિર હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સુબિરના આ કેમ્પમાંથી ૧૬ જેટલા દર્દીઓને આ યોજના હેઠળ સર્જિકલ સારવાર માટે મહાવિર હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે.
આ કેમ્પમાં મહાવિર હોસ્પિટલના ડૉ. માઈકલ ડી’ સીલ્વા ડૉ.ભાર્ગવ, ડૉ. ચેતન તેમજ દિવ્ય છાયા હોસ્પિટલના ડૉ-સીસ્ટર જોમેલ અને સીસ્ટર દાલિઆ તેમજ તેમની ટીમે સેવા આપી હતી.

Share this Article
Leave a comment