વૃદ્ધાનું પરિવાર સાથે મિલાપ કરાવતી વ્યારાની ૧૮૧ અભયમ હેલ્પલાઇન ટીમ

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

વ્યારા:- તાપી જિલ્લાના વ્યારા કણજા ફાટક પાસે એક આશરે ૭૦ વર્ષના વૃધ્ધ મહિલા બે દિવસથી હોવાની જાણકારી કોઈ હિતેચ્છુએ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી પીડિત મહિલાને મદદ કરવાની વિનંતી કરી હતી. આ માહિતી મળતા જ વ્યારાની ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન રેસ્ક્યું વાન ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી પીડિત મહિલાને મળી તેમની સાથે વાતચીત કરી મહિલા પાસેથી નામ- સરનામુ જાણીને અભયમ ટીમ દ્વારા વ્યારામાં રહેતી તેમની દીકરીના ઘરે સલામત રીતે પહોંચાડીને પરિવારનો મેળાપ કરાવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. નિરાધાર હાલતમાં મળી આવેલ આ વૃદ્ધા ભૂલથી બહાર નીકળી ગયા હતા. ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા તેમના દીકરીને વૃદ્ધ માતાની કાળજી અને યોગ્ય સારવાર કરાવવાની સુચના આપી હતી.

Share this Article
Leave a comment