મનિષ બહાતરે : આહવા
આહવા: તા: ૧8: ‘વંદે ગુજરાત’ પ્રદર્શન ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે પ્રજા માટે ખુલ્લુ મુકવામા આવ્યુ છે.
ડાંગના પ્રજાજનો ‘વંદે ગુજરાત’ પ્રદર્શનની મુલાકાત લઇ 20 વર્ષ પહેલાના વિકાસ અને હાલના ગુજરાતમા થયેલા વિકાસનો ફર્ક અનુભવી રહ્યા છે. આહવાના રહેવાસી શ્રીમતી દેશમુખ અશ્વિનાબેન જણાવે છે કે મોદી સરકાર દ્વારા જે પણ યોજનાઓ બહાર પાડી છે, તે ડાંગ જિલ્લા માટે ખુબ ઉપયોગી અને મહત્વની સાબીત થઇ છે. વર્ષો પહેલા ડાંગ જિલ્લામા પાણી, વિજળી, રસ્તાની અસુવિઘાઓ જોવા મળતી હતી. પરંતુ જ્યારથી મોદી સરકાર અને શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકરા આવતા પ્રાથમીક સુવિધાઓ મળતી થઇ છે, અને ડાંગ જિલ્લાના લોકો પણ સરકારની આ સુવિધાઓ અને યોજનાથી ખુશ છે.
ધોરણ 11મા ભણતી વિધ્યાર્થીની તૃપ્તીબેન જણાવે છે કે સરકારશ્રીએ મહિલાઓ, બાળકો, ખેડુતો માટે જુદી જુદી યોજનાઓ બહાર પાડી છે તેના વિશે જાણકારી પ્રાપ્ત થઇ, અને સરકરાના પ્રજાલક્ષી કાર્યોથી તેઓ ઘણા ખુશ છે.
ગલકુંન્ડ ગામના યુવા શ્રી ગાંગુર્ડે મહેશભાઇ જણાવે છે કે, ‘વંદે ગુજરાત’ પ્રદર્શનમા સરકારની વિકાસ ગાથાને વર્ણવવામા આવી છે. ગ્રામ્ય વિસ્તારમા થયેલ વિકાસ કાર્યના પ્રદર્શન જોઇને તેઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તરામા હવે સતત વિજળી મળી રહે છે, ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન લોકોને મળ્યા, અને સાથે જ જંગલનો બચાવ પણ થયો છે. પહેલાની સરખામણીમા હાલે સરકાર દ્વારા આરોગ્ય, શિક્ષણની સુવિધાઓમા વધારો કર્યો છે.
બે દાયકાના પરિશ્રમના પ્રસ્વેદથી વિકાસની કેડી કંડારનારા ગુજરાતની વિકાસયાત્રા, આજે ડાંગના આંગણે આવી ને ઉભી છે. જેમણે ગુજરાતનો વિકાસ જોવો છે, જેમણે ગુજરાતના પરિશ્રમની પરાકાસ્ઠા મહેસુસ કરવી છે. તેમણે જેમણે ગુજરાતનુ ગૌરવ ગાન કરવુ છે, તેમણે ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે, ડાંગ સેવા મંડળમા તૈયાર કરાયેલા ‘વંદે ગુજરાત’ પ્રદર્શન અને ‘સખી મેળા’ ની મુલાકાત લેવી રહી.
૨૦ વર્ષ અગાઉના ગુજરાતના ચિત્રને માનસપટ પર અંકિત કરી, અને આજના ૨૦૨૨ ના ગુજરાતની છબીને ચિત્તે ધરીએ. જે ફર્ક આપો આપ નજર સમક્ષ ખડો થાય છે, તે છે ‘વંદે ગુજરાત’ પ્રદર્શન.
–