મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અંતર્ગત વર્ષ-૨૦૨૧-૨૨ દરમ્યાન ડાંગ જિલ્લાના ૪૬ ખેડુતોને અપાઈ સહાય

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

આહવા: તા: ૧૩: મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અંતર્ગત ડાંગ જિલ્લામા વર્ષ-૨૦૨૧-૨૨ મા કુલ  ૭૪૦ લાભાર્થીઓ દ્વારા લાભ લેવા માટે, આઈ.ખેડુત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજીઓ મળી હતી. જે પૈકી કુલ ૭૨૮ પાત્રતા ધરાવતી અરજીઓને, પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન) બનાવવા માટે, ખેતીવાડી વિભાગ મારફત પુર્વમંજુરી આપવામા આવી હતી.

જે પૈકી ૪૬ ખેડુતોએ ગોડાઉન તૈયાર કરી સહાય મેળવવા માટે દરખાસ્ત કરતા, આ તમામ ૪૬ ખેડુતોને, બેંક એકાઉન્ટમા રૂ. ૫૦ હજાર લેખે સહાયની રકમ જમા કરવામા આવી છે. આમ, સમય મર્યાદામા રજુ થયેલ દરખાસ્તોના તમામ ખેડુતોને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય ચુક્વવામા આવી છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, ડાંગની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

Share this Article
Leave a comment