આહવા: તા: 7: આગામી દિવસોમા યોજાનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ના ઉપક્રમે ડાંગ જિલ્લાના 173-ડાંગ (અ.જ.જા ) વિધાનસભા મતદાર વિભાગમા સમાવિષ્ટ મતદારો માટે EVM/VVPAT દ્રારા મતદાનની લોકજાગૃતિ માટે EVM/VVPAT નિદર્શન કેન્દ્ર કલેકટર કચેરી આહવા ડાંગ ખાતે મા.જિલ્લા કલેકટરશ્રી ભાવિન પંડ્યા ના હસ્તે ઉદઘાટન કરવામા આવ્યુ હતુ.
આ ઉંપરાત ડાંગ જિલ્લાના 335- મતદાન મથકો ખાતે EVM/VVPAT દ્રારા મતદાનની લોક જાગૃતિ માટે EVM/VVPAT નિદર્શન વાનને પણ જિલ્લા કલેકટર શ્રી ભાવિન પંડ્યા દ્વારા લીલી ઝંડી બતાવી રવાના કરવામા આવી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરીના અધિકારી/કર્મચારી દ્વારા કરવામા આવ્યુ હતુ. જેમા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એસ.ડી.ચૌધરી, ચૂંટણી મામલતદાર શ્રી મેહુલ જે.ભરવાડ, નાયબ મામલતદાર શ્રી હિરેનભાઇ પટેલ, શ્રીમતી રિંકલ વસાવા, શ્રી ધર્મેશ વસાવા અને શ્રીમતી ભુમિ ભીંગરાડીયા તેમજ અન્ય સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા.
–