વિકાસની મા આંગણવાડીમાં ભરડો લેવા ગઈ હતી તો ખબર પડી કે અહીં તો વિકાસ જ નથી તો વિકાસની વાહ વાહ કેમ કરાઇ રહી છે ડાંગ જિલ્લામાં !!
આહવા : ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં આવેલ નિશાણા ગામે નિશાળ ફળિયામાં આવેલું આંગણવાડી કેન્દ્ર ૧ નું મકાનનાં બાંધકામમાં જાણે સરકારી ગ્રાન્ટનો ઉપયોગ જ ના કરાયો હોય તેવું મકાન અહીં ઊભું કરવામાં આવ્યું હોય અને સને ૧૯૮૪-૮ ૫ માં તો આજે તે મકાનની હાલત કેવી હોય તે તમે સમજી શકો છો જ્યાં નાના ભૂલકાઓને રૂમમાં અંદર કે બહાર ઓટલા ઊપર બેસવાના ફાંફા પડી રહ્યા છે સ્થાનિક તંત્રએ દશા દાખવી ભૂલકાઓના ભવિષ્ય સાથે મજાક કરી રહ્યા હોય તેવું જણાય આવે છે .
હાલમાં આંગણવાડી કેન્દ્ર ૧માં ટોટલ 70 બાળકોની હાજરી બોલાય છે તેમાંથી 56 છોકરાઓ રેગ્યુલર બતાવવામાં આવ્યા છે તો ૮×૮ની ખોલીમાં નાનાં બાળકો કઈ રીતે ઉઠતાં બેસતાં હશે તે ચોક્કસ વિચારવા જેવી બાબત છે .
આ બાબતે આંગણવાડી બહેનને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ઘણી વખત ઓફિસ વાળા અહીં આવીને મકાનની હાલત જોઈ ગયા છે અને નવું બની જશે તેમ જણાવ્યું હતું પણ હાલ સુધી બનાવવામાં આવ્યું નથી અને અમારા દ્વારા ગ્રામસભામાં આ બાબતે નવા મકાનની માંગણી પણ કરી છે ગ્રામસભા નો ઠરાવ લઈ ફાઈલ બનાવી અને જિલ્લા લેવલે અમારા દ્વારા ગત વર્ષે જ મોકલાવી દેવામાં આવી છે પણ તેની આગળની કાર્યવાહી કરવામાં આવી છે કે તે અમને ખબર નથી તેમ જણાવ્યું હતું..