ધવલીદોડ ખાતે યોજાયેલી સમુહ લગ્નોત્સવમાં ‘સાત ફેરા સમુહ લગ્ન યોજના’ ની માહિતી અપાઈ

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

: આહવા : તા : ૨૩ : ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ધવલીદોડ ગામે તાજેતરમાં યોજાયેલ આદિવાસી સમુહ લગ્નોત્સવ દરમિયાન અલગ-અલગ ગામોના કુલ-૨૬૭ દંપતી લગ્નગ્રથી જોડાયા હતા.

આ સમુહ લગ્નમાં ડાંગની મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “બેટી બચાવો-બેટી પઢાવો” યોજના અન્વયે દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી એસ.ડી સોરાઠીયા ના માર્ગદર્શન હેઠળ, મહિલા શકિત કેંદ્રના સ્ટાફ દ્વારા મહિલાલક્ષી યોજનાકીય જાણકારી આવી હતી. જેમાં વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાંલબંન યોજના વગેરે યોજના વિશે અહી વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત ફોર્મ અને પેમ્પલેટનું પણ વિતરણ કરવા સાથે “બેટી બચાવો-બેટી પઢાવો” યોજના અંર્તગત સમુહમાં શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.

Share this Article
Leave a comment