દિવ્યાંગ મતદારોને ચૂંટણી પ્રકિયામાં તમામ સુવિધાઓ પૂરી પાડવા ચૂંટણી પંચ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે : કલેક્ટર આર.જે.હાલાણી

adminpoladgujarat
adminpoladgujarat
4 Min Read

જે.બી એન્ડ એસ.એ. હાઈસ્કૂલ વ્યારા ખાતે વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઈ

વ્યારા : વિશ્વ વિકલાંગ દિન ઉજવણીના ઉપલક્ષમાં કલેક્ટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં જે.બી એન્ડ એસ.એ. હાઈસ્કૂલ વ્યારા ખાતે મતદાર જાગૃતિ અને કેળવણી અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે પ્રેરક પ્રવચન કરતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતુ કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૯ નવેમ્બરથી થી તા.૧૫ ડિસેમ્બર-૨૦૨૦ દરમિયાન મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૧ જાહેર કરી મતદારોમાં ચૂંટણી પ્રક્રિયા અંગે જાગૃતિ વધે અને ચૂંટણી પ્રક્રિયામાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવે તે હેતુથી મતદાર જાગૃતિ અને કેળવણી હેઠળ મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે
તેમણે બહુધા આદિજાતિ વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં પણ સમયાંતરે આ પ્રકારે મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેનાથી ચૂંટણીઓમાં મતદારોની સહભાગિતા વધે છે તેમજ મતદાનની ટકાવારીઓમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તેમ જણાવી ઉમેર્યુ કે, ક્ષતિ રહિત અને સ્વચ્છ મતદારયાદીએ ચૂંટણીનો મૂળભૂત પાયો છે લાયક તમામ વ્યક્તિઓ પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવે સુધારો કરવા પાત્ર હોય તો સુધારો કરાવે તથા મરણ અને સ્થળાંતરના કિસ્સામાં કમી કરવા પાત્ર હોય તો કમી કરાવે તે માટે જિલ્લા વહીવટીતંત્રના આ ભગીરથ કાર્યમાં સહકાર આપવા માટે ભારપૂર્વક આગ્રહ કર્યો હતો.

 

કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, આજે વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી નિમિત્તે દિવ્યાંગજનોમાં મતદાર જાગૃતિ કેળવાય તે માટે જિલ્લા ચુંટણીતંત્ર દ્વારા વિશેષ પ્રયત્ન કરવામાં આવેલ છે. ભારતના ચૂંટણીપંચ દ્વારા વર્ષ ૨૦૧૮ ને સુગમ નિર્વાચન તરીકે જાહેર કરેલ છે. જે અંતર્ગત દરેક મતદારને મતદાર તરીકે નોંધણી કરવામાં આવે તેમજ મતદાન મથક પર સરળતાથી મતદાન કરી શકે તે માટે જરૂરી સવલતો ઉપલબ્ધ કરાવવાનો આશય રહેલો છે. ખાસ કરીને દિવ્યાંગ મતદારોને ચૂંટણી પ્રકિયામાં શક્ય તેટલી તમામ સુવિધાઓ મળી રહે તે હેતુસર ચૂંટણીપંચ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. આવા પ્રયાસોના ભાગરૂપે દિવ્યાંગ મતદારોને મતદાન મથક પર કોઇ પણ જાતની મુશ્કેલી ન પડે અને તેઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે મતદાન મથક ઉપર દિવ્યાંગ મતદારોની સુવિધા ઉપલબ્ધ કરાવવા ચૂંટણીપંચ દ્વારા સુચના આપવામાં આવેલ છે.
આ પ્રસંગે વધુમાં જે દિવ્યાંગ વ્યક્તિઓનો મતદારયાદીમાં સમાવેશ થયેલ ન હોય તેમણે આગામી તા.૦૬/૧૨/૨૦૨૦ અને તા.૧૩/૧૨/૨૦૨૦ ના ખાસ ઝુંબેશના દિવસે પોતાના વિસ્તારમાં આવેલ મતદાન મથકો ખાતે જેઓના તા.૦૧/૦૧/૨૦૨૧ની લાયકાતની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા દિવ્યાંગ મતદારોને મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા માટે અનુરોધ કરી જણાવ્યુ કે, શતાયુ અને દિવ્યાંગ મતદારો તરીકે વિકટ પરિસ્થિતિઓમાં પણ ચૂંટણીઓ સમયે મતદાન કરી ચૂંટણીપંચના પ્રયત્નોને સાર્થક કરતા
દિવ્યાંગ મતદારોનું રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી નિમિતે સન્માન કરવામાં આવે છે. ઉપસ્થિત સૌને વિશ્વવિકલાંગ દિવસની ઉજવણીની શુભેચ્છાઓ પાઠવી દિવ્યાંગ મતદારોને પણ ભારતના લોકતંત્રને સર્વોપરી બનાવવા ભારતના ચૂંટણીપંચના કાર્યક્રમોને જનજાગૃતિ રૂપે પ્રચાર-પ્રસાર કરવા સહભાગી થઈ પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કલેક્ટરશ્રીના હસ્તે દિવ્યાંગોને કિટસનુ પણ વિતરણ કરવામાં આવ્યું હતુ.
કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન કરતા જિલ્લા પુરવઠા અધિકારી અને ઈ.ચાર્જ નાયબ જિલ્લા ચુંટણી અધિકારી નૈતિકા પટેલે દિવ્યાંગ મતદારોની વિગતો આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં સમાવિષ્ટ ૧૭૧-વ્યારા (અ.જ.જા) વિધાનસભા મતદાર વિભાગમાં કુલ ૩૯૯૨ દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. જે પૈકી ૩૯૭૫ દિવ્યાંગ મતદારો ને ટેગીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. તથા ૧૭૨- નિઝર (અ.જ.જા) વિધાનસભા મતદાર વિભાગમાં કુલ ૩૦૩૩ દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. અને તમામ મતદારોની ટેગીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. તાપી જિલ્લામાં કુલ ૭૦૨૫ દિવ્યાંગ મતદારો પૈકી ૭૦૦૮ દિવ્યાંગ મતદારોને ટેગીંગ કરવામાં આવેલ હોવાનું જણાવ્યું હતુ.
કાર્યક્રમમાં મામલતદાશ્રી બી.બી ભાવસાર, સમાજસુરક્ષા અધિકારીશ્રી ચૌધરી, ર.ફ.દાબુ કેળવણી મંડળના પ્રમુખશ્રી અજય શાહ સહિત મહાનુભાવો અને દિવ્યાંગજનો સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને ઉપસ્થિત રહ્યા હતા.

Share this Article
Leave a comment