આહવા:તા: ૩: ડાંગ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, આહવા ખાતે તાજેતરમા કારકિર્દી માર્ગદર્શન વર્કશોપ યોજાયો હતો.
જિલ્લાશિક્ષણાધિકારી શ્રી એમ.સી. ભૂસારાના અધ્યક્ષ પદે યોજાયેલા આ વર્કશોપમા સરકારી કોલેજના ડો.સચિન મહેતા, તથા સરકારી હાઇસ્કુલના શ્રી વિવેક સરકટે એ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી આર્ટ્સ , કોમર્સ, અને સાયન્સ શૈક્ષણિક ક્ષેત્રે કારકિર્દી અંગેની વિસ્તૃત માહિતી આપી હતી.
દરમિયાન ડો. સચિન મહેતાએ બાળકોને શું વાંચવુ ? કઈ રીતે વાંચવુ ? કેટલા કલાક વાંચવુ ? એની સમજ સાથે, આર્ટસ કોમર્સમા પણ બેસ્ટ થઈ શકાય છે, તેમ જણાવ્યુ હતુ. શ્રી વિવેક સરકટે એ કારકિર્દી બનાવવાના મુખ્ય ત્રણ ક્ષેત્રો છે. (૧) જાહેર ક્ષેત્ર, (૨) ખાનગી ક્ષેત્ર, અને (૩) સ્વતંત્ર વ્યવસાય. તેમાંથી પોતાના રસના ક્ષેત્રની પસંદગી કરી, તેમા બેસ્ટ બનવાનો પ્રયત્ન કરવાની શીખ વિદ્યાર્થીઓને આપી હતી.
જિલ્લા શિક્ષણા અધિકારી શ્રી એમ.સી.ભૂસારાએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારતા, કારકિર્દીની પસંદગી કોના આધારે ? આ ક્ષેત્રમા આવ્યા પછી શુ કરવુ ? આત્મવિશ્વાસ વધારવા શુ કરવુ ? અને આ સિવાય સ્થાનિક કક્ષાએ કયા કયા ક્ષેત્રે કારકિર્દી બનાવી શકાય તેની વિગતે ચર્ચા કરી, પીએચડી, ડીલેટ, ડિપ્લોમા, જીપીએસસી, યુપીએસસીની પણ છણાવટ કરી હતી.
ડાંગ જિલ્લા નેહરુ યુવા કેન્દ્ર, તથા સ.મા.શાળા, આહવાના એન.એસ.એસ. યુનિટન ઉપક્રમે યોજાયેલા આ “કારકિર્દી માર્ગદર્શન વર્કશોપ”નુ સંચાલન અર્જુન પરમારે કર્યું હતુ. જ્યારે આભારવિધિ શ્રી ડી.બી. મોરેએ આટોપી હતી.
ડાંગ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે યોજાયો કારકિર્દી માર્ગદર્શન વર્કશોપ
Leave a comment
Leave a comment