મનિષ બહાતરે : આહવા પ્રતિનિધિ
ડાંગ જિલ્લામાં મનરેગા યોજના હેઠળના કામોમાં થતો ભ્રષ્ટાચાર અને થતી ગેરરીતિઓ ઉપર નજર રાખવા લોકોની ફરીયાદ ને વાંચા આપવા માટે ફરજ ઉપર નિમાયેલા નવનિયુકત લોકપાલ હાલ ના તબક્કે લોકોની ફરીયાદ સંભાળવા તૈયાર નથી તેવી માહિતી મળી રહી છે જો લોકપાલ લોકોની ફરિયાદ ને સાંભળવા તૈયાર ના હોય તો મનરેગા યોજના માં આચરવામાં આવતા ભ્રષ્ટાચારને કઈ રીતે અને કોણ ઉજાગર કરશે અને જો આવીજ રીતે ચાલશે તો સાચા અર્થમા લોકપાલ નીમવાનો શું મતલબ? કદાચ ભ્રષ્ટાચારની વહેતી ગંગમાં ડૂબકી મારવાની તૈયારી તો નથી કરી રહ્યા ને નવનિયુક્ત લોકપાલ?