ડાંગ જિલ્લામા તા.૩૦/૪/૨૦૨૧ સુધી ગૃહ વિભાગની “કોવિડ-૧૯” અંગેની માર્ગદર્શક સુચનાઓનુ ચુસ્તપણે પાલન કરાશે

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

આહવા: તા: ૧૬: સમગ્ર દેશમા “કોવિડ-૧૯” ની અસરોને નિયંત્રિત કરવાના હેતુસર કેન્દ્ર તથા રાજ્ય સરકારે સમયાંતરે સર્વેલન્સ, કન્ટેઈનમેન્ટ, અને કોવિડ-૧૯ના સંક્રમણ ને રોકવા માટે The Disaster Management Act 2005 ની જોગવાઈઓ અનુસાર માર્ગદર્શિકા જાહેર કરી છે.આ માર્ગદર્શિકાનો ડાંગ જિલ્લામા પણ ચુસ્તપણે અમલ કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.કે.ડામોર દ્વારા ગૃહ વિભાગના ત.૧૨/૪/૨૦૨૧ના હુકમ અનુસાર કેટલીક માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે. જે મુજબ જિલ્લામા તા.૩૦/૪/૨૦૨૧ સુધી,

(૧) તા.૧૪/૪/૨૦૨૧ થી લગ્ન/સત્કાર સમારંભમા બંધ કે ખુલ્લી જગ્યામા ૫૦ થી વધુ વ્યક્તિઓ એકઠા કરી શકાશે નહીં. આ અંગે ડિજિટલ ગુજરાત પોર્ટલ (www.digitalgujarat.gov.in) પર Online Registration for Organizing Marriage Function નામના Software પર Online અરજી કરવાની રહેશે.

(૨) મૃત્યુ ના કિસ્સામા અંતિમવિધિ/ઉત્તરક્રિયામા ૫૦ થી વધારે વ્યક્તિઓ એકત્ર થઈ શકશે નહીં.

(૩) જાહેર રાજકીય, સામાજીક, ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભો, જન્મ દિવસની ઉજવણી કે અન્ય મેળાવડાઓ યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

(૪) એપ્રિલ તથા મેં માસમા આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમા ઉજવી શકાશે નહીં. તથા જાહેરમા લોકો એકત્ર થઈ શકશે નહીં. તમામ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમા કુટુંબ સાથે ઉજવવાના રહેશે.

(૫) સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમા કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦ % સુધી રાખવાની રહેશે. અથવા Alternate Day એ કર્મચારીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહીં.

(૬) તમામ ધાર્મિક સ્થાનો તા.૩૦/૪/૨૦૨૧ સુધી જાહેર જનતા માટે બંધ રાખવાની અપીલ કરવામા આવી છે. ધાર્મિક સ્થાનો ખાતેની પૂજાવિધિ સંચાલકો/પૂજારીઓ દ્વારા મર્યાદિત લોકો સાથે કરવામા આવે તે સલાહભર્યું છે. શ્રદ્ધાળુઓને પણ ધાર્મિક સ્થાનોમા પ્રત્યક્ષ દર્શન ન કરવા જવાની વિનંતી કરવામા આવી છે.

(૭) ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૬/૪/૨૦૨૧ના હુકમ, તથા ડાંગ કલેકટોરેટના તા.૧/૪/૨૦૨૧ના જાહેરનામાની જોગવાઈઓ યથાવત રાખવામા આવે છે.

(૮) દરમિયાન કોવિડ-૧૯ની અન્ય માર્ગદર્શક સુચનાઓનુ દરેક નાગરિકોએ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે.

Share this Article
Leave a comment