પ્રાપ્ત માહિતી મુજબ આહવા તાલુકામાં આવેલાઉમર પાડા જૂથ યોજના અને પાણી પુરવઠા અંતર્ગત કેન્દ્ર સરકાર ની યોજના અને કરોડો રૂપિયાના ખર્ચે ડેમનુ બાંધકામ હાથ ધરવામાં આવ્યું છે જેમાં વેલજી રત્ના સરોઠીયા એજન્સી દ્વારા નિમ્ન કક્ષા ના માલ મટેરિયલ સીમેન્ટ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
ડાંગ જિલ્લો પાણી વિના ભડકે બળે છે અને અધિકારી અને કોન્ટ્રાક્ટરો ના જલસા કહેવું કઠિન છે પણ સાંભળવું પડશે , વિકાસ ક્યાં જઈ ને પહોંચ્યો જ્યાં ડાંગ જિલ્લાના બોરખલ નજીક કેન્દ્ર સરકાર અને પાણી પુરવઠા વિભાગ અંતર્ગત અંદાજીત રુ 4.57 કરોડ ના ખર્ચે આ નવનિર્માણ પાણીના સંગ્રહ હેતુ ડેમ નું બાંધકામ થઈ રહ્યું છે , પરંતુ આ નવનિર્મિત ડેમ ના બાંધકામ માં વપરાતું માલ મટેરિયલ તદ્દન નિમ્ન કક્ષા નું વાપરવામાં આવી રહ્યું છે જ્યાં સ્થળ નિરીક્ષણ કરતા સિમેન્ટ તો કંપની કોરોમંડલ અને ગાંગડા યુક્ત એમાં નહીં ગ્રેડ ની ગુણવત્તા મિશ્ર રેતી જાણે નાના ખાબોચિયા ના નાળા બનાવવામાં ઉપયોગી થાય તો કરોડો ના ડેમ નું આયુષ્ય કેટલું શુ કેન્દ્ર સરકાર ની યોજના પાણી માં ગરકાવ થશે કે શું જોવા જઈએ તો ડાંગ જેવા મિનિકાશ્મીર માં ચોમાસા દરમિયાન સૌથી વાળું વરસાદ વરસતો હોય છે અને જ્યાં પાણી પુરવઠા ની મહેરબાની થી જ ડાંગ ના દરેક ગામો માં નાના મોટા અગણિત ચેક ડેમો નું નિર્માણ કરવામાં આવ્યું છે છતાં ડાંગ જિલ્લો પાણી થી વંચિત કેમ કારણ આ વિકાસ ના નાના મોટા ચેક ડેમો માં ગાબડા પડ્યા છે, મસ મોટા આ ડેમ અંગે વધુ માહિતી અને વિગતો હેતુ પાણી પુરવઠા વિભાગની અધિકારી ને ટેલિફોનિક વાત ચિત કરતા જણાવ્યું કે આ ડેમ બાંધકામ થકી અંદાજીત દશ ગામો ને પાણી નો લાભ મળશે અને બાંધકામ હેતુ મંજુર થયેલ રાશિ રુ. 4.57 કરોડો માં છે ડેમ બાંધકામ હેતુ વપરાતી તમામ
મટેરિયલ બ્રાન્ડેટ જ છે ,અને વધુ વિગતો હેતુ સ્થળ નિરીક્ષણ હેતુ આમંત્રિત કર્યા હતા, ડાંગ ના આ સર્વાંગી વિકાસ માટે અને આ ડેમ થકી લોકો ને પાણી નો લાભ તો મળશે ક્યાંક જોવા જઈએ તો ગરીબ લોકો ખેતી કરતા પોતાની આજીવિકા ના સ્ત્રોતો પણ નિર્માણ પામશે એમાં કોઈ બે મત નહીં પરંતુ કહેવાય છે ને કે પાયો કાચો હોય તો નવ નિર્મિત મકાન પણ વાવાઝોડા માં જમીન દોસ્ત થતા વાર નહીં લાગે માટે ડાંગ જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્ર ના અધિકારી આ ડેમ બાંધકામ ના નવ નિર્માણ માં સમય કાઢી કામગીરી અંગે ત્વરિત તપાસ આદરે જેથી ડાંગ ના લોકો ની પાણી બાબતની કાયમી સમસ્યા દૂર કરવા આ અધભુત ડેમ ના બાંધકામ માં વેલજી રત્ના સરોઠીયા એજન્સી ને ગુણવત્તા યુક્ત મટેરિયલ વાપરવા માટે ના આદેશો આપવામાં આવે અન્યથા નોટિસ ફટકારી બાંધકામ બંધ કરી દેવામાં આવે તેવી સ્થાનીક જાગૃત લોકો દ્વારા માંગ પણ કરવામાં આવી રહી છે
ડાંગ-આહવા તાલુકાના ઉમર પાડા પાણી પુરવઠા જૂથ યોજનાનાં ડેમના બાંધકામ માં નિમ્ન કક્ષાના માલ મટિરીયલનો ઉપયોગ કરતી વેલજી રત્ના સોરઠીયા એજન્સી
Leave a comment
Leave a comment