ડાંગનાં ચીખલી ગામે સરકારી માધ્યમિક શાળાનું ખાનગીકરણ મુદ્દે ખેડુતોએ સ્કુલને આપેલ જમીન પરત લેવા ગ્રામસભામાં ઠરાવ પાસ કરતા ખળભળાટ …

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

મનીષ બહાતરે : આહવા

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ સરકારી માધ્યમિક શાળા ચીખલી અને વઘઇ તાલુકાની સરકારી માધ્યમિક શાળા નડગચોંડનું રાજય સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા ખાનગીકરણ કરી 30 વર્ષનાં મુદતે ભારતીય સંવર્ધન ટ્રસ્ટ પોરબંદરને સોંપતા વિવાદનો વંટોળ ઉભો થયો હતો ડાંગની બે જેટલી માધ્યમિક શાળાઓનું ખાનગીકરણ કરાતા મહિનાઓ અગાઉ ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો સાથે સરકારી માધ્યમિક શાળા ચીખલીને ગ્રામજનો દ્વારા તાળાબંધી પણ કરાઈ હતી ચીખલી ગામનાં ગ્રામજનોએ સરકારી માધ્યમિક શાળાનાં ખાનગીકરણ મુદ્દે તંત્રમાં અનેક લેખિત રજુઆતો કરી હોવા છતાંય કોઈ પણ ઉકેલ ન આવતા આખરે ગ્રામસભામાં સર્વાનુંમતે ઠરાવ પસાર કર્યો છે ડાંગ જિલ્લાની ગ્રુપ ગ્રામ પંચાયત ચીખલીનાં વહીવટદાર અને તલાટીકમ મંત્રીની અધ્યક્ષતામાં મળેલ ગ્રામસભાની બેઠકમાં સરકારી માધ્યમિક શાળા ચીખલીને ખાનગી સંસ્થાને સોંપી તેનું ખાનગીકરણ કરવાની પ્રક્રીયા કરવામાં આવેલ છે જે નિર્ણય અંગે ગ્રુપ ગ્રામ પંચાયત ચીખલીમાં સમાવિષ્ટ ચીખલી, મહારાયચોંડ,અને બોરીગાવઠાનાં મતદાર ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને જો સરકાર દ્વારા સરકારી માધ્યમિક શાળાનું ખાનગીકરણ કરવામાં આવશે તો ખેડૂતો દ્વારા ગામનાં હિત માટે આપેલ જમીનને પાછી લઈ લેવા માટે પણ માંગણી કરી છે સરકારી માધ્યમિક શાળા ચીખલીનું ખાનગીકરણ થતુ રોકવા અંગેનો ઠરાવ ગ્રામજનોએ સર્વાનુંમતે મંજુર કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે અત્રે નોંધનીય છે કે ડાંગનાં ચીખલી ગ્રુપ ગ્રામ પંચાયતનાં આગેવાનોએ સરકારી માધ્યમિક શાળાનું ખાનગીકરણ રોકવા માટે મહિનાઓથી એડીચોંટીનું જોર લગાવી દીધુ હતું તો બીજી તરફ ખાનગી ટ્રસ્ટ પણ સધ્ધર હોય સરકાર સાથે મળી ગ્રામજનોને મચક આપવાનું નામ નથી લઈ રહી કોઈને પણ જાણ કાર્યા વગર ચોરી છુપીથી શિક્ષણ શાખાએ બન્ને સ્કૂલનો ચાર્જ ખાનગી સંસ્થાને સોપી દીધો છે આવનાર સમયમાં ગ્રામ જનો ઉગ્ર આંદોલન કરવાની તૈયારી બતાવી છે જેની અસર આવનાર વિધાન સભાની ચુંટણીમાં અસર કરે તેવી સંભાવના વચ્ચે આવનાર સમયમાં સતાનાં શામ,દામ અને દંડની નિતીમાં સરકારી માધ્યમિક શાળા ચીખલી “સરકારી જ રહેશે કે પછી ખાનગીકરણમાં” વિલનીકરણ થઈ જશે તે સમય જ બતાવશે

Share this Article
Leave a comment