જિલ્લા કક્ષાની વાદન સ્પર્ધા (વાંસળી, તબલા, હાર્મોનિયમ (હળવું) આગામી તા.૨૭ ડિસેમ્બરથી ૧૫મી જાન્યુઆરી તથા રાજ્ય કક્ષાની સ્પર્ધા તા.૨૨ જાન્યુઆરી ૨૦૨૧ એ યોજાશે

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

આહવા: તા: ૨૯: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આગામી તા.૨/૧૦/૨૦૨૦ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારિરીક સશક્ત બનાવવાના હેતુથી મોબાઈલ ટેક્નોલોજીના સમન્વય સાથે”મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” ના અભિયાનની નવતર પહેલ કરી છે.

કોરોના (કોવીડ-19) ની મહામારીના વિષમ સંજોગોમા ફેસબુક, વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ તથા વિડિયો ગેઈમ્સ જેવી પ્રવૃત્તિઓમા અત્યંત કિમતી સમય વેડફતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમત ગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરુરિયાત છે. યુવાધનનો શારિરીક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૦/૨૧ દરમિયાન “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” ની નવી યોજના મંજુર કરવામા આવી છે. આ યોજનાને “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” ફેસબુક પેજ, યુ-ટ્યુબ ચેનલ, રેડિયો ક્વીઝ, ચિત્રસ્પર્ધા, ટેલીવિઝન તેમજ સોશિયલ મીડિયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડિયો/વિડીઓ ક્લીપ રજુ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.

આ હેતુને સુચારુ રીતે પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા જીલ્લા રમત ગમત અધિકારીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે વાદન (વાંસળી, તબલા, હાર્મોનિયમ (હળવું) નું આયોજન કરવામા આવી છે. જેમા જુદા જુદા વયજુથ પ્રમાણેના કલાકારો ભાગ લઈ શકશે.

જેમાં 6 વર્ષથી 14 વર્ષ સુધીના, 15 વર્ષથી 20 વર્ષ સુધીના, 21 વર્ષથી 59 વર્ષ સુધીના તેમજ 60 વર્ષથી ઉપરના ઓપન વયજુથમાં ભાગ લઈ શકશે. ઉક્ત સ્પર્ધાની વીડિઓ ક્લીપ તૈયાર કરી તા.15/01/2021 બપોરે 12:00 કલાક સુધી જીલ્લામાં આવેલ જીલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, આશ્રમ રોડ, ડાંગ ક્લબ આહવા, તા.આહવા, જિ.ડાંગને મોકલવાનું રહેશે.

જીલ્લાકક્ષાની સ્પર્ધાની પ્રથમ વિજેતાને રુ.1000/-, દ્વિતિય વિજેતાને રુ.750/-, તેમજ તૃતિય ઈનામ વિજેતાને રુ.500/- આપવામાં આવશે.

રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી 10 વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રુ.25000/-, દ્વિતિય વિજેતાને રુ.15000/-, તૃતિય વિજેતાને રુ.10000/- એમ ત્રણ ઈનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રુ.5000/- (પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઈનામો આપવામાં આવશે.

આ અંગેની વધુ માહિતી “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” યોજના અંતર્ગત ફેસબુક પેજ https://www.facebook.com mobile2sports તેમજ યુ-ટ્યુબ ચેનલની લીંક http://www.youtube.com/channel/UCzsiROvtHpN4rk ensUaz-g પરથી મળી શકશે.

Share this Article
Leave a comment